Relief from expensive petrol : આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસ માટે કાર ચલાવવી મોંઘી સાબિત થઈ રહી છે. જો તમે પણ ઓફિસ જવા માટે કે દરરોજની અવરજવર માટે એવી કાર શોધી રહ્યા છો, જે તમારા ખિસ્સા પર ઓછો બોજ નાખે, તો CNG કાર એક સારો ઓપ્શન છે. ભારતીય બજારમાં અત્યારે એવી ઘણી કાર ઉપલબ્ધ છે, જે 5 થી 6 લાખ રૂપિયાની રેન્જમાં શાનદાર માઇલેજ આપે છે. જાણો એવી ટોપ 3 કાર વિશે, જે 27 થી 34 કિમી સુધીની માઇલેજ આપવા માટે સક્ષમ છે.
Maruti Celerio CNG
જો તમારું મુખ્ય લક્ષ્ય વધુમાં વધુ માઈલેજ મેળવવાનું છે, તો મારુતિ સુઝુકી સેલેરિયો (Maruti Celerio) તમારા માટે બેસ્ટ છે. આ કાર તેની આધુનિક ડિઝાઇન અને જબરદસ્ત એવરેજ માટે જાણીતી છે.
એન્જિન : 998cc ૩-સિલિન્ડર એન્જિન.
પાવર : 56 bhp અને 82.1 Nm ટોર્ક.
માઇલેજ : 1 કિલો CNG પર આશરે 34.43 કિમી.
ખાસ ફીચર્સ : સેફ્ટી માટે 6 એરબેગ્સ, હિલ હોલ્ડ આસિસ્ટ અને ABS જેવા ફિચર્સ.
કિંમત : આ કારની કિંમત અમદાવાદમાં એક્સ-શોરૂમ કિંમત આશરે ₹5.97 લાખ.
Maruti Alto K10 CNG
મારુતિ અલ્ટો હંમેશા ભારતીય પરિવારોની ફેવરિટ રહી છે. અલ્ટો K10 નું CNG મોડલ ઓછી કિંમતે શાનદાર પરફોર્મન્સ આપે છે.
ટેકનોલોજી : આમાં SOHC ટેકનોલોજીવાળું 998cc એન્જિન છે.
માઇલેજ : આ કાર પ્રતિ કિલોગ્રામ CNG પર 33.40 કિમીની માઈલેજ આપે છે.
સેફ્ટી : બજેટ કાર હોવા છતાં તેમાં 6 એરબેગ્સ અને રિવર્સ પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે.
કિંમત : આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹4.81 લાખ છે.
Tata Tiago CNG
જો તમે માઇલેજની સાથે મજબૂત બોડી અને પ્રીમિયમ ફીચર્સ ઈચ્છો છો, તો ટાટા ટિયાગો (Tata Tiago) એક શાનદાર ઓપ્શન છે. ટાટાની આ કાર તેની સેફ્ટી રેટિંગ માટે જાણીતી છે.
એન્જિન : 1199cc, 3-સિલિન્ડર પાવરફુલ એન્જિન.
પાવર : 74 bhp અને 96.5 Nm ટોર્ક.
માઇલેજ : આ કાર 26.49 કિમી સુધીની માઇલેજ આપે છે.
ખાસિયત : આમાં ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ અને રિવર્સ પાર્કિંગ કેમેરા જેવા એડવાન્સ ફીચર્સ મળે છે.
કિંમત : તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹5.48 લાખ છે.
કઈ કાર ખરીદવી જોઈએ?
જો તમારે સૌથી વધુ માઈલેજ જોઈએ છે, તો Celerio બેસ્ટ છે. જો તમારું બજેટ થોડું ઓછું છે, તો Alto K10 સારો ઓપ્શન છે. પરંતુ, જો તમે થોડી વધુ પાવરફુલ અને મજબૂત કાર શોધી રહ્યા છો, તો Tata Tiago તરફ જઈ શકાય છે. આ ત્રણેય કારો મધ્યમ વર્ગના પરિવારો માટે પરફેક્ટ છે.




















