logo-img
German Company Volkswagen Launches Tayron R Line In India Will Compete With Fortuner

જર્મન કંપનીએ Volkswagen એ ભારતમાં Tayron R-Line કરી લોન્ચ! : 9 એરબેગ્સ, લેવલ-2 ADAS અને જર્મન ટેક્નોલોજી સાથે, ફોર્ચ્યુનરને આપશે ટક્કર!

જર્મન કંપનીએ Volkswagen એ ભારતમાં Tayron R-Line કરી લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 11:04 AM IST

Volkswagen Tayron R-Line : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પ્રીમિયમ SUV સેગમેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરતાં, ફોક્સવેગન ઈન્ડિયાએ તેની ફ્લેગશિપ 7-સીટર SUV, Volkswagen Tayron R-Line લોન્ચ કરી છે. ₹46.99 લાખ (એક્સ-શોરૂમ) ની પ્રારંભિક કિંમતે લોન્ચ થયેલી આ કાર ડાઇરેક્ટ ટોયોટા ફોર્ચ્યુનર જેવી મોટી ગાડીઓને ટક્કર આપવા માટે તૈયાર છે. આ લોન્ચ સાથે કંપનીએ પ્રીમિયમ થ્રી-રો SUV સેગમેન્ટમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

બુકિંગ અને કિંમત

Volkswagen Tayron R-Line માટે પ્રી-બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જે ગ્રાહકો આ આધુનિક 7-સીટર SUV ખરીદવા ઈચ્છે છે, તેઓ માત્ર રૂ. 51,000 ની ટોકન રકમ ચૂકવીને કંપનીની અધિકૃત ડીલરશીપ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી બુકિંગ કરાવી શકે છે.

પાવરફુલ એન્જિન અને પર્ફોર્મન્સ

આ SUV માં 2.0-લિટરનું TSI પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 204hp નો પાવર અને 320Nm નો ટોર્ક જનરેટ કરે છે. તે 7-સ્પીડ DSG ગિયરબોક્સ અને 4MOTION ઓલ-વ્હીલ-ડ્રાઇવ સિસ્ટમ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, આ કાર માત્ર 7.3 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 224 કિમી/કલાક છે.

શાનદાર એક્સટીરિયર ડિઝાઇન

ડિઝાઇનની વાત કરીએ તો, Volkswagen Tayron R-Line પ્રીમિયમ જર્મન લુક સાથે આવે છે. તેમાં IQ. Light HD મેટ્રિક્સ હેડલેમ્પ્સ, 19-ઇંચના આકર્ષક એલોય વ્હીલ્સ અને આગળ-પાછળ પ્રકાશિત (Illuminated) લોગો આપવામાં આવ્યા છે. આ SUV દેખાવમાં મજબૂત અને ક્લાસી લાગે છે.

લક્ઝરી ઇન્ટિરિયર અને હાઇ-ટેક ફીચર્સ

કારની અંદર 15-ઇંચની મોટી ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે અને 10.25-ઇંચનું ડિજિટલ કોકપિટ આપવામાં આવ્યું છે. કમ્ફર્ટ માટે પેનોરેમિક સનરૂફ, 12-વે ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ સીટ્સ (મસાજ અને વેન્ટિલેશન ફીચર સાથે) અને 30 કલર ઓપ્શન વાળી એમ્બિયન્ટ લાઇટિંગ છે. આ ઉપરાંત, તેમાં 700-વોટની હાર્મન કાર્ડન ઓડિયો સિસ્ટમ પણ મળે છે.

સુરક્ષાના ખાસ ફીચર્સ

સેફટી માટે આ કારમાં 9 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને હિલ એસેન્ટ-ડિસેન્ટ આસિસ્ટ આપવામા આવ્યા છે. સૌથી મહત્વનું ફીચર લેવલ 2 ADAS છે, જેમાં 14 થી વધુ આસિસ્ટન્સ ફીચર્સ છે, જે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવે છે.

મેક ઇન ઇન્ડિયા અને કોમ્પિટિટર્સ

Volkswagen Tayron R-Line નું પ્રોડક્શન મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર પ્લાન્ટમાં સ્થાનિક સ્તરે (CKD) કરવામાં આવશે, જેથી તેની કિંમત સ્પર્ધાત્મક રહે. બજારમાં આ કાર Toyota Fortuner, MG Gloster અને Jeep Meridian જેવી SUV સાથે કોમ્પિટિશન કરશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now