Home International Ge Aerospace Delivers 5th F404 Engine To Hal For Tejas Mk1a Jet India Defence

તેજસ Mk1A પ્રોજેક્ટને વેગ : GE એરોસ્પેસે HALને પાંચમું F404 જેટ એન્જિન સોંપ્યું

તેજસ Mk1A પ્રોજેક્ટને વેગ
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 04:00 PM IST

અમેરિકન ગ્લોબલ એન્જિન કંપની જીઈ (GE) એરોસ્પેસે શુક્રવારે ભારતના સ્વદેશી ફાઈટર જેટ પ્રોજેક્ટ LCA માર્ક-1A માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને પાંચમું F404-IN20 જેટ એન્જિન સોંપ્યું છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 2021માં આપવામાં આવેલા ઓર્ડર હેઠળ આ પાંચમું એન્જિન HALને આપવામાં આવ્યું છે. બંને કંપનીઓ પ્રોડક્શન ટાઈમલાઈન જાળવી રાખવા માટે સતત સંકલનમાં કામ કરી રહી છે.

F404-IN20 એન્જિનની તાકાત અને ડીલ

F404-IN20 એન્જિન HAL દ્વારા નિર્મિત ભારતના લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ Mk1A ને પાવર આપે છે.

  • આ પહેલા ચોથું એન્જિન ઓક્ટોબર 2025માં સોંપવામાં આવ્યું હતું.

  • HAL એ GE એરોસ્પેસ સાથે કુલ 113 F404-IN20 એન્જિન ખરીદવા માટે મોટા કરાર કર્યા છે.

  • આ સોદો 97 LCA Mk1A એરક્રાફ્ટ પ્રોગ્રામને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યો છે.

ડિલિવરી અને કરારની વિગતો

HALએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે આ સમજૂતી 7 નવેમ્બર 2025ના રોજ થઈ હતી. એન્જિનની ડિલિવરી 2027 થી 2032 વચ્ચે પૂર્ણ થવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રાલયે સપ્ટેમ્બર 2025માં 97 LCA Mk1A વિમાનો માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

પુણે પ્લાન્ટમાં 14 મિલિયન ડોલરનું નવું રોકાણ

આ વર્ષે ઓક્ટોબરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે HALના નાસિક યુનિટમાં તેજસ Mk1Aની ત્રીજી પ્રોડક્શન લાઈન અને HTT-40 ટ્રેનર એરક્રાફ્ટની બીજી પ્રોડક્શન લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. બીજી તરફ, GE એરોસ્પેસે તાજેતરમાં તેના પુણે પ્લાન્ટના વિસ્તરણ માટે 14 મિલિયન ડોલરના નવા રોકાણની જાહેરાત કરી છે. ગયા વર્ષે $30 મિલિયનના રોકાણ પછી આ બીજો મોટો વધારો છે, જે ઉત્પાદન ક્ષમતા વધારવા અને નવી ટેકનોલોજી માટે વાપરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now