Home Religion Garud Puran Head Shaving Rules After Death Ritual Significance

પરિવારમાં મૃત્યુ થાય તો કોણે મુંડન કરાવવું જોઈએ? : જાણો ગરુડ પુરાણ શું કહે છે

પરિવારમાં મૃત્યુ થાય તો કોણે મુંડન કરાવવું જોઈએ?
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 04:01 PM IST

હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોનું વિશેષ મહત્વ છે અને તેમાં અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા નિયમો પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણે ઘણીવાર જોયું છે કે પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે ઘરના પુરુષ સભ્યો મુંડન કરાવતા હોય છે એટલે કે માથાના વાળ ઉતરાવતા હોય છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા પાછળ માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક કારણો પણ રહેલા છે. ગરુડ પુરાણમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃત્યુ બાદ કોણે મુંડન કરાવવું જોઈએ અને તેની પાછળનું સાચું કારણ શું છે.

ગરુડ પુરાણ અનુસાર, જ્યારે માતા-પિતા અથવા પરિવારના કોઈ નજીકના સભ્યનું અવસાન થાય છે ત્યારે સૂતકના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આ નિયમોમાં મુંડન સંસ્કાર પણ સામેલ છે. શાસ્ત્રો મુજબ મુંડન કરવાનો અધિકાર માત્ર પુરુષોને આપવામાં આવ્યો છે. ખાસ કરીને જે વ્યક્તિ મૃતકને મુખાગ્નિ આપે છે તેના માટે મુંડન કરાવવું સૌથી વધુ જરૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત મૃતકના પિતા, ભાઈ, પુત્ર અને પૌત્રે પણ મુંડન કરાવવું જોઈએ તેમ ગરુડ પુરાણ જણાવે છે.

મુંડન કરાવવા પાછળનું એક મોટું કારણ મૃત આત્મા પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનું છે. વાળને મનુષ્યના ગર્વ અને અહંકારનું પ્રતીક માનવામાં આવે છે. તેથી સ્વજનના મૃત્યુ સમયે વાળનું દાન કરીને વ્યક્તિ પોતાનો અહંકાર ત્યાગી દે છે અને મૃત આત્માને સન્માન આપે છે. એવી પણ માન્યતા છે કે મુંડન કરાવવાથી વ્યક્તિના પાપ નાશ પામે છે અને તે શુદ્ધ થાય છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ આ પ્રથા સાથે જોડાયેલો છે. જ્યારે મૃતદેહને સ્મશાનમાં લઈ જવામાં આવે છે અને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે ત્યારે વાતાવરણમાં અનેક પ્રકારના હાનિકારક બેક્ટેરિયા ફેલાય છે. આ જીવાણુઓ વાળમાં સહેલાઈથી ચોંટી શકે છે. તેથી અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ મુંડન કરાવવાથી આ જીવાણુઓથી મુક્તિ મળે છે અને શારીરિક શુદ્ધિ જળવાઈ રહે છે. આમ, આ પ્રથા ધાર્મિક આસ્થા અને સ્વચ્છતા બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now