Home Gujarat Gang Caught Stealing Water Taps Near Thaltej Ahmedabad

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા : રાત્રે પેડલ રિક્ષામાં રેકી કરી બંધ મકાનોમાં કરતા હતા ચોરી!

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 11:04 AM IST

Ahmedabad : અમદાવાદ ગ્રામ્યની બોપલ પોલીસે ચોરીના એક મોટા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે અમદાવાદના થલતેજ ગુરુદ્વારા પાસેથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેઓ બંધ મકાનો અને ઘણા સમયથી બંધ રહેલી જગ્યાઓમાંથી પાણીના નળ તેમજ અન્ય પ્લમ્બિંગ પાર્ટ્સ ચોરવાના ગુનામાં સંડોવાયેલા હતા. પોલીસે તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

બોપલ પોલીસે આ ચાર આરોપીઓ પાસેથી જગુઆર (Jaguar) કંપની તથા અન્ય અલગ અલગ બ્રાન્ડના ચોરાયેલા પાણીના નળ અને જુદા જુદા પાર્ટ્સ જપ્ત કર્યા છે. પોલીસે કુલ 1,78,243 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા ચાર આરોપીઓની વિગત

પોલીસે જે ચાર આરોપીઓની ધરપકડ કરી છે તેમાં નીચે મુજબના શખ્સોનો સમાવેશ થાય છે:

  • ડંડો (રહે. થલતેજ ચોકડી)

  • કિશન (રહે. બિહારીની ચાલી, સુભાષનગર)

  • કાનો (રહે. વડાલી, ઈડર બાજુ)

  • દશરથ (મૂળ રહે. નેસડા ગામ, ધોળકા અને હાલ રહે. થલતેજ આવાસ યોજના)

અન્ય ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર

આ ચોરીના નેટવર્કમાં માત્ર આ ચાર જ નહીં પરંતુ અન્ય લોકો પણ સામેલ છે. પોલીસ તપાસમાં વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે, જેમાં મુન્નો, ભગવાન અને નારાયણ નામનો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેયને વોન્ટેડ જાહેર કરી તેમની સઘન શોધખોળ શરૂ કરી છે.

ચોરી કરવાની રીત

બોપલ પોલીસે જ્યારે પકડાયેલા ચાર આરોપીઓની કડક પૂછપરછ કરી ત્યારે ચોરીની આખી રીત સામે આવી હતી. આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ રાત્રિના અંધારાનો ફાયદો ઉઠાવતા હતા. તેઓ રાત્રિના સમયે ત્રણ પૈડા વાળી પેડલ સાયકલ રિક્ષા લઈને નીકળતા અને ઘણા સમયથી બંધ રહેલી જગ્યાઓ તેમજ બંધ મકાનોને નિશાન બનાવી ત્યાં લગાવેલા પાણીના કનેક્શન અને નળની ચોરી કરતા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now