Home Gujarat Gandhinagar Hit And Run Car Accident Cctv Gujarat Police

બેફામ કારચાલકે ગાંધીનગરના રસ્તા કર્યા લોહીલુહાણ, 3નાં મોત : અકસ્માતનો ખતરનાક CCTV Video આવ્યા સામે, કારચાલકને પબ્લિકે ફટકાર્યો

બેફામ કારચાલકે ગાંધીનગરના રસ્તા કર્યા લોહીલુહાણ, 3નાં મોત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 25, 2025, 07:07 AM IST

Gandhinagar Hit and Run: ગાંધીનગરમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે, રાંદેસણ પાસે કાર ચાલકે ચાર થી પાંચ વાહનોને ઉડાવ્યા હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ઉમટયા હતા અને સ્થાનિકોએ કાર ચાલકને ઢોર માર માર્યો છે, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. આ ઘટનામાં કુલ 3 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે,મૃત્યુ અંક વધી શકે છે..કેમ કે 2 ગંભીર ઘાયલ છે. લોકોએ કારમાં તોડફોડ કરી છે.

ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં કાર ચાલકે ચારથી પાંચ વાહનોને ઉડાવ્યા છે અને , ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, કાર ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. તો પોલીસે કાર ચાલકની ઘટના સ્થળેથી અટકાયત કરી છે, રાંદેસણના સિટી પલ્સ સિનેમાં પાસે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, મૃત્યુ આંક હજી પણ વધે તેવી શકયતા છે. રસ્તા પરનો માણસ પુરપાટ આવતી કારના બોનેટ પર ચઢી ગયો પણ છતાંય માંતેલા સાંઢની જેમ કારચાલવતો હિતેશના આટક્યો. પોલીસે હિતેશ પટેલ નામના કારચાલકની ધરપકડ કરી લીધી છે. હાલ અકસ્માત સર્જનાર કારચાલકે નશો કર્યો છેકે, નહીં તેની ખરાઈ માટે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો છે. અમદાવાદના એસજી હાઈવે પર થયેલાં તથ્યકાંડ બાદ આ બીજો તથ્યકાંડ કહી શકાય એવી ઘટના બની છે.

હાલમાં જ સ્વચ્છતા સર્વેક્ષણમાં ગાંધીનગર મનપાને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે. ગાંધીનગર મનપાને મળેલ એવોર્ડ અન્વયે આજે પાટનગર ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું. રાંદેસણમાં થયેલાં ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે મનપાના સ્વચ્છતાના કર્મચારીઓના અભિવાદનનો કાર્યક્રમ ટુંકાવવામાં આવ્યો. ગાંધીનગર રાંદેસણમાં હિટ એન્ડ રનની ઘટનાને લઈ ગાંધીનગરના મેયરે નિર્ણય લીધો છે. હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. કાર્યક્રમમાં મૃત લોકોને શ્રધાંજલિ આપી કાર્યક્રમ સાદગીથી પૂર્ણ કરવામાં આવ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now