Home Gujarat Gandhinagar Gmc Two Girls Suic Ide Nabhoi Canal Police Investigation

ગાંધીનગરમાં ડબલ સુસાઈડ : GMC માં ફરજ બજાવતી બે યુવતીઓએ નભોઈ કેનલમાં લાગવી મોતની છલાંગ

ગાંધીનગરમાં ડબલ સુસાઈડ
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 06:24 AM IST

ગાંધીનગરમાંથી એક દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)માં ફરજ બજાવતી બે યુવતીઓએ નભોઈ કેનલમાં મોતની છલાંગ લાગવી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

પરિવારને ફોન કરી હતી જાણ

માહિતી મુજબ બંને યુવતીઓએ કેનાલમાં પડતા પહેલા પોતાના પરિવારજનોને ફોન કરીને આપઘાત કરવાનો નિર્ણય લીધો હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ બંને યુવતીઓ કેનલમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું.

ઝુંડાલ કેનાલમાં મળ્યા મૃતદેહ

મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ અને રિપલ રાકેશભાઈ રાવત તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક બચાવ ટીમોએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં બંને યુવતીઓના મૃતદેહ ઝુંડાલ કેનલ વિસ્તારમાંથી મળી આવ્યા હતા.
પોલીસ દ્વારા મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

આત્મહત્યાનું કારણ અકબંધ

હાલ બંને યુવતીઓએ આત્મહત્યા કેમ કરી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસ પરિવારજનોના નિવેદન, કોલ ડિટેલ્સ અને અન્ય પુરાવાના આધારે ઘટનાની તપાસ કરી રહી છે.

આ ઘટનાએ ગાંધીનગર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે જેથી આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now