Home Gujarat Gambhira Bridge Became Emotional The Owner Of The Tanker Hanging

''મને લાગતું ન હતું કે, આ ટેન્કર નીકળશે'' : ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરના માલિક થયા ભાવુક... 'આભાર'

''મને લાગતું ન હતું કે, આ ટેન્કર નીકળશે''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 01:19 PM IST

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બ્રિજની વચ્ચે લટકેલા ટેન્કરનું સહી સલામાત રેસક્યુ કરી લેવામાં આવ્યો છે. જે ટેન્કરને આજે બુધવારે બ્રિજના છેડે લવાયું હતું અને ટેન્કરને રીપેર કરી માલિકને સોંપાયું છે. પોતાના ટેન્કરને સહીસલામત જોઈ માલિક ભાવ વિભોર થયા હતા. આંકલાવ મામલતદારે અને વિશ્વકર્મા કંપનીના કર્મચારીઓ ટેન્કર તેના માલિકને સોંપ્યું હતું.


''સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે''

આંકલાવ મામલતદાર એસ એમ સેંધવએ કહ્યું કે, આ ટેન્કર લઈ ટેન્કર માલિક ભાવ વિભોર થયા છે તેમજ સમગ્ર તંત્રનો અને સરકારનો આભાર માને છે. આ ટેન્કર રેસક્યુ કરનાર ટીમ 60થી70 લોકોનું હતું તેમજ પાંચથી છ દિવસથી આ કંપની કામગીરી કરી રહી હતી. આ કંપનીએ ફ્રી ઓફ કોસ્ટમાં સરકારની સુચના મુજબ મદદ કરી છે અને સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે.

''ટેન્કર નીકાળી આપ્યું છે સાથો સાથ ટેન્કર રિપેર પણ કરી આપ્યું છે''

ટેન્કર માલિક રામ શંકર પાલે કહ્યું કે, ''મને લાગતું ન હતું કે, આ ટેન્કર નીકળી જશે પરંતુ આ સરકાર અને વિશ્વકર્મા કંપની ખૂબ સારી કામગીરી કરી છે, જેમણે નિસ્વાર્થ ભાવથી કામ કરીને આપ્યું છે. વિશ્વકર્મા કપંનીના કેતન ભાઈ ખૂબ આભાર કારણ કે, તેમણે ટેન્કર નીકાળી આપ્યું છે સાથો સાથ ટેન્કર રિપેર પણ કરી આપ્યું છે. વધુમાં કહ્યું કે, બહુ તકલીફ પડી કારણ કે, ટેન્કરના હપ્તા પણ ચાલું હતા અને વીમા કંપની વાળા વીમાનું ના પાડતા હતા એટલે બહુ જ તકલીફ પડી''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now