Home Entertainment From Scam To Stardom Pratik Gandhis Journey Has Been Rocking

ગુજ્જુ એક્ટરની ધૂમ ધામ : સ્કેમથી ધૂમધામ સુધી, પ્રતિક ગાંધીની સફર રહી છે રોકિંગ

ગુજ્જુ એક્ટરની ધૂમ ધામ
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 02:30 PM IST

પ્રતિક ગાંધી. ગુજરાતી ફિલ્મો અને થિયેટરનો એક એવો ચહેરો અને નામ જેનાથી કોઈ અજાણ નથી. અને હવે તો તેણે બોલીવુડમાં પણ પગ જમાવી દીધો છે. પ્રતિક ગાંધીને ખરી ઓળખાણ સ્કેમ 1992થી મળી. જેમાં તેના અભિનયની ચારે તરફ પ્રશંસા થઈ હતી. અને એ બાદ એની કેટલીક ફિલ્મો પણ આવી છે. આગામી સમયમાં તેની ફિલ્મ ધૂમધામ રિલીઝ થવા જઈ રહી છે. જેમાં તે યામી ગૌતમ સાથે જોવા મળશે. ફિલ્મ માટે ઘણી બઝ ચાલી રહી અને તેમા આ ગુજ્જુ એક્ટરનો રોલ પ્રોમિસિંગ લાગી રહ્યો છો.

પ્રતિક ગાંધીની ફિલ્મ ધૂમધામમાં તેમના 6 પેક્સ એબ જોવા મળશે. જે બનાવવા પ્રતિક માટે આસાન નહોતા. આ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મને આ લૂક મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી છે. મે ખૂબ પ્રોટીનનું સેવન કર્યું છે. ખૂબ જ વર્કઆઉટ કર્યું છે અને ઓછી ઊંઘ લીધી છે. અને શરીરમાં ખૂબ દર્દ સહન કર્યું છે. ફિલ્મમાં પ્રતિકના લૂકને જોતા લાગે છે કે તેની મહેનત સફળ થઈ છે. અને તેની મહિલા ચાહકોને તેઓ અંદાજ જરૂર પસંદ આવશે.

શું છે ધૂમધામની સ્ટોરી?
ટીઝરની શરૂઆત ગાયક કુમાર સાનુના આઇકોનિક ગીત 'લાલ દુપટ્ટા' થી થાય છે. જેમાં વીર એટલે કે પ્રતીક અને કોયલ એટલે કે યામીની કેમેસ્ટ્રી કોમિક શૈલીમાં બતાવવામાં આવી છે...બંને નવા પરિણીત છે અને પોતાના રૂમમાં સમય વિતાવી રહ્યા છે. પણ વળાંક ત્યારે આવે છે જ્યારે દરવાજો ખટખટાવાય છે. તેમના જીવનમાં કોણ છે તે જોવા માટે દરવાજો ખોલે છે અને પછી શું થાય છે એ માટે તમારે ફિલ્મ જોવી પડશે. પરંતુ ટીઝર જોતા લાગે છે કે ફિલ્મ સરસ હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now