Home Health-lifestyle Frequent Colds Due To Iron Deficiency Know The Symptoms And Causes F2577ed2 Bce4 4fb6 9d2e E4c5bf240adb

જાણો શરદીનું કારણ : લોહીની ઉણપથી વારંવાર થાય છે શરદી? જાણો લક્ષણ અને કારણ

જાણો શરદીનું કારણ
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2025, 03:30 AM IST

શિયાળાની આ સિઝન છે અને તેમાં લોકોને વારંવાર શરદી થાય છે. લોહીની કમી હોવાના કારણે શરીરમાં અનેક લક્ષણો જોવા મળે છે. અનેક લોકોને તમે જોઈ શકો છો કે તેમને વારંવાર શરગી થઈ જાય છે. એવામાં તમારી જીવનશૈલી સુધારવી જોઈએ જેથી કરીને શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ ન થાય. શરીરમાં હિમોગ્લોબિનની સામાન્ય શ્રેણી જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. જો તેને સમયસર સુધારવામાં ન આવે તો તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે શરીરમાં વિટામિન સીની ઉણપને કારણે શરદી વારંવાર થાય છે. તેથી, જ્યારે પણ તમને વારંવાર શરદી થાય છે, ત્યારે તમારે આ લક્ષણો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

શરીરમાં લોહીની કમી હોય તો ચક્કર આવવા, નબળાઈ અને બેહોશી જેવી સમસ્યાઓ થવા લાગે છે. તેની પાછળ કારણ છે શરીરમાંથી લાલ રક્તકણો ઓછા થવા. આવું થાય ત્યારે શરીરમાં લોહીની કમી વર્તાય છે. એવી સ્થિતિમાં તમારા શરીરમાં એનીમિયા થઈ જાય છે. શરીરમાં લોહીની ઉણપ હોવાનો યોગ્ય સમયે ઈલાજ ન કરવામાં આવે તો તેના કારણે અનેક ગંભીર બીમારી થઈ શકે છે. એનીમિયા હોવાનું કારણ આયરનની ઉણપ માનવામાં આવે છે.

એનિમિયાના લક્ષણો

1- નબળાઈ અનુભવવી

2- ચક્કર

3- શ્વાસ લેવામાં તકલીફ

4- માથાનો દુખાવો અને હાથ-પગ ઠંડા રહે છે

5- ધમનીઓ ઝડપથી ફરવા લાગે છે

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now