Home Education/Career Freeeducation Admission Poor Government Rte Document Income Online Gujarat

મફતમાં મળશે શિક્ષણ : નહીં ભરવી પડે એક પણ રૂપિયો ફી, જાણો ફૉર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ?

મફતમાં મળશે શિક્ષણ
Published by: OBS Bureau
Last Updated: Jun 11, 2025, 04:30 AM IST

ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઉત્તમ શિક્ષણ મળી રહે તેના માટે સરકાર રાઉટ ટૂ એજ્યુકેશન મિશન ચલાવે છે. RTE હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકારની ખાસ ગાઇડ લાઈન પણ છે. જેમાં 6 વર્ષ પુરા થયેલા હોય તેવા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે આ પ્રોસેસ કેવી રીતે કરવી અને કેટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઇએ તે જાણવું પણ ખૂબ જરૂરી છે. રાઈટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. ઓનલાઈન પોર્ટલ https://rte.orpgujarat.comપર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. જેમાં જરૂરી માહિતી સાથે સ્કૂલોની પસંદગી કરવાની હોય છે. અને જો તમારું નામ પસંદ થાય તો પછી તમારી બાળકના અભ્યાસ માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. પરંતુ આ પ્રોસેસ માટે કેટલા ડોક્યુમેન્ટ જરૂરી છે. જો તમે આ ડોક્યુમેન્ટ તૈયાર રાખશો તો ફટાફટ તમારી એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે.


RTEમાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો
બાળકના જન્મનું પ્રમાણપત્ર
રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે
વાલીનું આધાર કાર્ડ
વાલીનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
વાલીની આવકનો દાખલો
વાલી અથવા બાળકની બેંક પાસબુક
આટલું ધ્યાન રાખશો તો એડમિશન પાક્કું
અરજી કરતી વખતે બાળકની ઉંમર 5 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ
દરેક પુરવાની 2 નકલ કરાવવી અને ઓરીજનલ પુરાવા પણ સાથે રાખવા
ફોર્મ આ https://rte.orpgujarat.com/સત્તાવાર વેબસાઈટ પરથી જ ભરવું


શું છે RTE?
શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે.


શિક્ષણ અધિકાર અધિનિયમ 2009નો મુખ્ય ઉદ્દેશ
6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું
6 થી 14 વર્ષની વયના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું
કલમ 6 હેઠળ બાળકોને આસપાસની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે.
આ કાયદો નબળા વર્ગો અને વંચિત વર્ગના બાળકો સાથે ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરે છે
જો એવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.
જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે
ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1માં 25% બેઠકો અનામત રાખવાની રહે છે
કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now