Home Gujarat Free Cancer Screening Camp At Tharad Government Hospital

થરાદ સરકારી હોસ્પિટલમાં ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ : ગુજરાત સરકાર અને GCRI ના સહયોગથી વિના મૂલ્યે તપાસ

થરાદ સરકારી હોસ્પિટલમાં ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 10:15 AM IST

Tharad Government Hospital: થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ધિ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (GCRI) ના સહયોગથી વિના મૂલ્યે કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો.

GCRI ની ડોક્ટર ટીમ દ્વારા આ કેમ્પમાં નિઃશુલ્ક સ્તનના કેન્સરની મેમોગ્રાફી તપાસ, સર્વાઈકલ સ્મિયર દ્વારા HPV DNA ટેસ્ટ અને મોઢાના કેન્સરની તપાસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

ડૉ. કે. સી. માથુર, સિવિલ સર્જન, વાવ-થરાદ જિલ્લાએ જણાવ્યું હતું કે, આ કેમ્પમાં દરેક પ્રકારના કેન્સરનું નિદાન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 104 જેટલા લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમની તપાસ અને સારવાર કાર્યરત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now