Home Sports Former Indian Player Announces Squad For New Zealand Series

પૂર્વ ભારતીય ખેલાડીએ ન્યુઝીલેન્ડ સિરીઝની માટેની સ્કવોડની કરી જાહેરાત! : જાણો ક્યાં 15 ખેલાડીઓને મળ્યું ટીમમાં સ્થાન

પૂર્વ ભારતીય ખેલાડીએ ન્યુઝીલેન્ડ સિરીઝની માટેની સ્કવોડની કરી જાહેરાત!
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 08:11 AM IST

Know which 15 players got a place in the team: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની રોમાંચક વનડે સિરીઝ શરૂ થવાની છે. BCCI ટૂંક સમયમાં આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. હવે ટીમમાં ક્યાં ખેલાડીઓનો સમાવેશ થશે અને કોને બહાર કરવામાં આવશે તે અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે, પૂર્વ ભારતીય ખેલાડી અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાએ ન્યુઝીલેન્ડ સિરીઝ માટે ભારતની વનડે ટીમની પસંદગી કરી છે. જાણો તેમણે પોતાની ટીમ માટે ક્યાં 15 ખેલાડીઓની પસંદગી કરી છે.

આકાશ ચોપરાએ ક્યાં ખેલાડીઓની પસંદગી કરી?

આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો શેર કર્યો, જેમાં તેમણે ન્યુઝીલેન્ડ સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી કરી. આકાશ ચોપરાએ શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટોચના ત્રણ ખેલાડીઓમાં સ્થાન આપ્યું. ત્યારપછી રૂતુરાજ ગાયકવાડને ચોથા નંબરે અને કે. એલ રાહુલને પાંચમા નંબરે રાખ્યો છે. આકાશ ચોપરાએ જણાવ્યું હતું કે, શ્રેયસ ઐયર આ સિરીઝ માટે ઉપલબ્ધ નથી. ત્યારપછી આકાશ ચોપરાએ કહ્યું કે, સિલેક્ટર્સએ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. આકાશ ચોપરાએ પોતાની ટીમમાં તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદરનો પણ સમાવેશ કર્યો હતો.

મોહમ્મદ સિરાજ પણ સામેલ

અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની પણ ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તેમણે હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહને ફ્રન્ટલાઈન સીમર તરીકે સિલેક્ટ કર્યા છે. પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કુલદીપ યાદવને પણ આકાશ ચોપરાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મોહમ્મદ સિરાજ સાઉથ આફ્રિકા ODI સિરીઝમાં ટીમનો ભાગ ન હતો.

ઋષભ પંતને પણ તક આપવામાં આવી છે

એવું માનવામાં આવે છે કે, ઋષભ પંતને ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં સામેલ કરવામાં આવશે નહીં. તેના સ્થાને ઇશાન કિશનને સિલેક્ટ કરવામાં આવી શકે છે. જોકે, આકાશ ચોપરાએ રિપ્લેસમેન્ટ તરીકે ઋષભ પંતને સિલેક્ટ કર્યો છે. તેને બેકઅપ ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલને પણ ટીમમાં સામેલ કર્યો છે.

ન્યુઝીલેન્ડની વનડે સિરીઝ માટે આકાશ ચોપરાની ભારતની ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, યશસ્વી જયસ્વાલ, કે. એલ રાહુલ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ/રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now