Home Health-lifestyle Form 16 Replaced By Form 130 India 2026 New Income Tax Rules April 2026 India

નોકરી કરતા ટેક્સપેયર્સને મોટો ઝટકો : 1 એપ્રિલ 2026થી બંધ થઈ જશે Form-16! આ નવું ફોર્મ નક્કી કરશે તમારો ટેક્સ

RBI New Rules Tax Alert Budget 2026 Impact
Published by: Nirali Gohil
Last Updated: Mar 30, 2026, 07:57 AM IST

RBI New Rules: દેશના કરોડો પગારદાર કર્મચારીઓ અને ટેક્સપેયર્સ માટે આગામી 1લી એપ્રિલ 2026ની તારીખ અત્યંત મહત્વની સાબિત થવાની છે. કેન્દ્ર સરકાર દ્વારા દાયકાઓ જૂના ઇનકમ ટેક્સ એક્ટ 1961ના સ્થાને નવું ઇનકમ ટેક્સ માળખું લાગૂ કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક ફેરફારને કારણે વર્ષોથી ટેક્સ રિટર્ન ભરવા માટે ઉપયોગમાં લેવાતું ફોર્મ-16 (Form-16) હવે ઈતિહાસ બની જશે. નવા નાણાકીય વર્ષથી ટેક્સપેયર્સને ફોર્મ-16 નહીં મળે, પરંતુ તેના બદલે એક નવું અને વધુ પારદર્શક દસ્તાવેજ રજૂ કરવામાં આવશે, જેનાથી ટેક્સ ભરવાની આખી પ્રક્રિયા બદલાઈ જશે.

માત્ર ટેક્સ જ નહીં, પરંતુ તમારા ખિસ્સા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા નિયમો પણ 1 એપ્રિલથી કડક થઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સાયબર ફ્રોડ રોકવા માટે ડિજિટલ પેમેન્ટની સુરક્ષામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે ઓનલાઈન શોપિંગ કે મની ટ્રાન્સફર કરતી વખતે ફક્ત OTP થી કામ નહીં ચાલે. આ ફેરફારો ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા અને સામાન્ય જનતાના પૈસા સુરક્ષિત રાખવા માટે કરવામાં આવ્યા છે. ચાલો વિગતવાર સમજીએ કે 1 એપ્રિલથી તમારા જીવનમાં શું બદલાશે.

ફોર્મ-16 ની વિદાય, હવે આવશે ‘ફોર્મ-130’

અત્યાર સુધી નોકરી કરતા કર્મચારીઓને તેમની કંપની દ્વારા TDS ના પુરાવા તરીકે ફોર્મ-16 આપવામાં આવતું હતું. પરંતુ 1 એપ્રિલ 2026 થી તેની જગ્યાએ ફોર્મ-130 (Form-130) જારી કરવામાં આવશે.

  • વધારે ડિટેલ: આ ફોર્મમાં તમારી આવક, રોકાણ, કપાત અને ટેક્સની જવાબદારીનો એક-એક રૂપિયો સચોટ રીતે નોંધાયેલો હશે.

  • નોટિસથી બચાવ: અગાઉ ફોર્મ-16 અને ITR ડેટામાં તફાવતને કારણે ઘણીવાર ઈન્કમ ટેક્સની નોટિસ આવતી હતી, હવે ફોર્મ-130 ના સચોટ ડેટાને કારણે આવી ભૂલોની શક્યતા ઘટી જશે.

આ પણ વાંચો: 31 માર્ચ પહેલા પતાવી લો આ 5 મહત્વના કામ : નહીંતર 1લી એપ્રિલથી ખિસ્સા પર પડશે મોટો બોજ; જાણો નવા નિયમો

ઓનલાઈન પેમેન્ટમાં ‘ડબલ સુરક્ષા’: હવે OTP પૂરતો નથી

જો તમે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ટેવાયેલા છો, તો 1 એપ્રિલ પછીની પ્રક્રિયા થોડી લાંબી અને વધુ સુરક્ષિત બનશે. RBI ના આદેશ મુજબ હવે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ફરજિયાત બનશે.

  • નવી રીત: પેમેન્ટ કરતી વખતે ફક્ત OTP નાખવાથી ટ્રાન્ઝેક્શન પૂરું નહીં થાય. તમારે OTP ની સાથે પિન (PIN), ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી અથવા ડિવાઈસ વેરિફિકેશન જેવી બીજી પદ્ધતિનો ઉપયોગ પણ કરવો પડશે.

  • શા માટે આ નિર્ણય? તાજેતરમાં સિમ સ્વેપ અને OTP ફ્રોડના કિસ્સાઓ વધ્યા છે, તેને રોકવા માટે આ ‘ડબલ લોક’ સિસ્ટમ લાગૂ કરવામાં આવી રહી છે. ઓક્ટોબર 2026 સુધીમાં આ નિયમો ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ પર પણ લાગૂ થશે.

શું થશે અસર?

આ નવા ફેરફારોથી શરૂઆતમાં થોડી અગવડતા પડી શકે છે, પરંતુ લાંબા ગાળે તે ટેક્સપેયર્સ માટે ફાયદાકારક છે. ફોર્મ-130 ને કારણે ITR ફાઈલ કરવું સરળ બનશે અને ડિજિટલ પેમેન્ટના નવા નિયમોથી તમારી મહેનતની કમાણી સાયબર ગુનેગારોથી સુરક્ષિત રહેશે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઓછા બજેટમાં અદ્ભુત હિલ સ્ટેશન પ્રવાસ!
કોરોના બાદ હવે ‘Cicada’ વેરિઅન્ટનો ફેલાવો શરૂ
WiFi રાઉટર ક્યાં રાખવું જોઈએ?
હવે રોબોટ પહોંચાડશે દવા સીધી ટ્યુમર સુધી