Home Gujarat Food Poisoning Affects 20 Children In Mehsana

મહેસાણામાં 20 થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર : મોડેલ સ્કૂલની હોસ્ટેલમાં અફરાતફરી, તમામ બોળકો સારવાર હેઠળ

મહેસાણામાં 20 થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 05:38 AM IST

Mehsana Food Poisoning : મહેસાણા જિલ્લામાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સતલાસણાના ગોરીયાપુરમાં આવેલી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા અંદાજે 20 થી 22 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બાળકો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા. મળતી માહિતી મુજબ, હોસ્ટેલમાં રાત્રે ભોજન લીધા બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓમાં ઉલટી, ચક્કર અને અન્ય તકલીફો જોવા મળવા લાગી હતી. એક પછી એક અનેક બાળકોને તબિયત બગડતાં તાત્કાલિક તેમને સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બાળકોની હાલત હાલ સુધારા પર

હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તમામ બાળકોને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે તમામ બાળકોની હાલત હાલ સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે અને કોઈ બાળક ગંભીર હાલતમાં નથી.

હોસ્ટેલના ભોજનની ગુણવત્તા અંગે ચકાસણી

ઘટનાની જાણ થતા શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે નજર રાખવામાં આવી રહી છે. ફૂડ પોઇઝનિંગનું કારણ શું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને હોસ્ટેલના ભોજનની ગુણવત્તા અંગે પણ ચકાસણી કરવામાં આવશે. આ ઘટનાએ હોસ્ટેલમાં બાળકોના ભોજન અને આરોગ્ય વ્યવસ્થા અંગે ફરી એક વખત પ્રશ્નો ઊભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now