Home Health-lifestyle Food And Health Watermelon Eating Mistakes That Make It Toxic For Your Body

તરબૂચ ખાવાથી મજા તો આવે છે : પણ ખાવાની સાચી રીત શું છે?

તરબૂચ ખાવાથી મજા તો આવે છે
Published by: OBS Bureau
Last Updated: Apr 02, 2025, 05:26 PM IST

ઉનાળામાં તરબુચ ખાવાની અલગ જ મજા છે. તે ના માત્ર સ્વાદિષ્ટ પણ ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તરબૂચમાં 90%થી વધુ પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે, તેથી તેને સમર સુપરફૂડ પણ કહેવામાં આવે છે. તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.

તરબૂચ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે. પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગના લોકો તેને બરાબર રીતથી નથી ખાતા જેથી શરીરમાં ટોક્સિન્સ જમા થઈ શકે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો તરબૂચને યોગ્ય રીતે ખાવામાં ન આવે તો તે સ્વાસ્થ્યને લાભ આપવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

ખોટી રીતે તરબૂચ ખાવાથી નુકસાન

1. ભોજન પછી તરત જ તરબૂચ ના ખાવવુ
ઘણા લોકો ભોજન પછી તરબૂચને ખાય છે, પરંતુ આ એક મોટી ભૂલ છે. તેનાથી ગેસ, ઝાડા અને પેટમાં દુખાવો થઈ શકે છે.

2. તરબૂચની સાથે પાણી પીવુ અથવા મીઠું ખાવુ

નિષ્ણાતોનું કહેવું છે કે તરબૂચ ખાધા પછી તરત જ પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી થઈ જાય છે, જે પેટનું ફૂલવું અને અપચો તરફ દોરી શકે છે. તરબૂચ સાથે મીઠું પણ ન ખાવું જોઈએ નહીં. તેનાથી શરીરમાં સોડિયમનું સ્તર વધી શકે છે અને તેનાથી બ્લડ પ્રેશર જેવી સમસ્યા થઈ શકે છે.

3. રેફ્રિજરેટરમાંથી કાઢીને તરત ખાવાથી નુકસાન
ઠંડા તરબૂચને ખાવામાં મજા આવે છે, પરંતુ જો તમે તેને ફ્રિજમાંથી બહાર કાઢ્યા પછી તરત જ તેને ખાઓ છો, તો તે ગળામાં દુખાવો,શરદીનું કારણ બની શકે છે, તેથી પહેલા તેને રૂટ ટમ્પ્રેચર પર રાખો, પછી તેને ખાઓ.

4. રાત્રે તરબૂચ ના ખાવું જોઈએ
રાત્રે તરબૂચ ખાવાથી શરીરમાં ઠંડી વધી શકે છે, જે ગળામાં દુખાવો અને શરદી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે, તેથી બપોરે તરબૂચ ખાવાનું હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે.

5. મિક્સ ફ્રૂટમાં ના ખાવુ જોઈએ
તરબૂચને કેળા, કેરી અથવા દૂધના શેક સાથે ક્યારેય ન ખાવું જોઈએ. તેનાથી ગેસ અને પેટમાં અગવડ થઈ શકે છે.

તરબૂચ ખાવાની સાચી રીત

તમે ભોજન પહેલાં અથવા પછી 1-2 કલાકમાં તરબૂચ ખાય કરી શકો છો.

દિવસ દરમિયાન તરબૂચ ખાવું વધુ સારું છે, કારણ કે તે ઝડપથી પચી જાય છે. અને શરૂરને ઠંડુ રાખે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now