Home Sports Flashback 2025 These Legendary Players Retired From Ipl

Flashback 2025 : આ દિગ્ગજ ખેલાડીઓએ IPL માંથી લીધી નિવૃતિ! : Amit Mishra અને Wriddhiman Saha સહિત આ ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા

Flashback 2025 : આ દિગ્ગજ ખેલાડીઓએ IPL માંથી લીધી નિવૃતિ!
Published by: Offbeat Team
| Last Updated: Dec 30, 2025, 01:03 PM IST

These legendary players will no longer be seen on the cricket field: વર્ષ 2025 પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે ક્રિકેટ જગત માટે આ વર્ષ ભાવુક ક્ષણોથી ભરેલું રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ વિશ્વ ક્રિકેટને અનેક સ્ટાર ખેલાડીઓ આપ્યા છે, જેમાંથી કેટલાક એવા ખેલાડીઓ હતા, જે લીગની શરૂઆત એટલે કે, 2008 થી રમતા જોવા મળતા હતા. જોકે, આ વર્ષે ફેન્સને તેમના મનપસંદ ખેલાડીઓની યાદ આવશે. અમિત મિશ્રા, રિદ્ધિમાન સાહા અને પિયુષ ચાવલા જેવા દિગ્ગજોએ નિવૃત્તિ જાહેર કરીને એક સુવર્ણ યુગનો અંત કર્યો. જાણો આ ખેલાડીઓની સફર અને IPL માં તેમના પર્ફોમન્સ વિશે.

અમિત મિશ્રા: હેટ્રિકના કિંગની શાનદાર સફરનો અંત

ભારતના અનુભવી લેગ-સ્પિનર અમિત મિશ્રાએ સપ્ટેમ્બર 2025 માં ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા. અમિત મિશ્રાએ IPL ઈતિહાસનો એકમાત્ર એવો બોલર છે, જેમણે 3 વખત હેટ્રિક લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, જે રેકોર્ડ તોડવો કોઈપણ બોલર માટે મોટો અશક્ય રહેશે. તેમણે Delhi Capitals, Sunrisers Hyderabad and Lucknow Super Giants જેવી ચાર અલગ-અલગ ટીમો માટે કુલ 162 મેચો રમી હતી, જેમાં તેમણે 174 વિકેટ ઝડપીને પોતાની ફિરકીનો જાદુ બતાવ્યો હતો.

પિયુષ ચાવલા: વિકેટ લેવાની મશીને ક્રિકેટને કહ્યું 'અલવિદા'

વર્ષ 2011 માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહેલા પિયુષ ચાવલાએ જૂન 2025 માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. ચાવલાએ પોતાની ગુગલીથી મોટા-મોટા બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. નિવૃત્તિના સમયે તેઓ IPL માં સંયુક્ત રીતે ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે બિરાજમાન હતા. તેમણે Mumbai Indians, Kolkata Knight Riders and Chennai Super Kings જેવી ટીમોમાંથી રમતા તેમણે 192 મેચમાં 192 વિકેટ ઝડપી છે. તેમની આ સફર આગામી જનરેશનના સ્પિનરો માટે પ્રેરણારૂપ રહેશે.

શિખર ધવન અને દિનેશ કાર્તિક: મેદાન પર જોવા મળી ખોટ

જોકે શિખર ધવન અને દિનેશ કાર્તિકે 2024 ના અંતમાં નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ 2025 ની IPL સીઝન આ બંને દિગ્ગજો વગરની પહેલી સીઝન હતી. શિખર ધવન 6,769 રન સાથે IPL ના ઈતિહાસમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યા છે. બીજી તરફ, દિનેશ કાર્તિકે 2008 થી 2024 સુધીની દરેક સીઝન રમી હતી અને 4,842 રન બનાવ્યા હતા. 2025 માં કાર્તિક RCB ના બેટિંગ કોચ અને મેન્ટર તરીકે નવી ભૂમિકામાં જોવા મળ્યા હતા, પરંતુ ફેન્સે તેમને મેદાન પર ફિનિશર તરીકે મિસ કર્યા હતા.

રિદ્ધિમાન સાહા

ભારતના શ્રેષ્ઠ વિકેટકીપરોમાંના એક એવા રિદ્ધિમાન સાહાએ ફેબ્રુઆરી 2025 માં ઓફિશિયલ રીતે નિવૃત્તિ જાહેર કરી હતી. સાહાએ વર્ષ 2022 માં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સ્ફૂર્તિ અને ટેકનિકલ બેટિંગ હંમેશા વખાણવા લાયક રહી છે. પાંચ અલગ-અલગ ફ્રેન્ચાઈઝી તરફથી રમતા સાહાએ 170 મેચોમાં 2,934 રન બનાવ્યા હતા. તેમની વિદાયથી IPL માં એક નિષ્ણાત વિકેટકીપર-બેટ્સમેનની જગ્યા ખાલી પડી છે.

કૃષ્ણપ્પા ગૌતમ: અનકેપ્ડ પ્લેયરની વિદાય

ડિસેમ્બર 2025 માં ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમે પણ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી. કૃષ્ણપ્પા ગૌતમ પોતાની આક્રમક બેટિંગ અને ઓફ-સ્પિન બોલિંગ માટે જાણીતા હતા. વર્ષ 2021 માં જ્યારે Chennai Super Kings એ તેમને 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યા, ત્યારે તેઓ IPL ઈતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી બન્યા હતા. ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL માં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?