Home Sports Flashback 2025 7 Batsmen Who Played The Biggest Innings In T20i

Flashback 2025; T20I માં સૌથી મોટી ઈનિંગ રમનાર 7 બેટ્સમેન! : Abhishek Sharma એ રચ્યો ઈતિહાસ અને સ્પેનના બેટ્સમેનનો વર્લ્ડ રેકોર્ડ, જાણો સંપૂર્ણ માહિતી

Flashback 2025; T20I માં સૌથી મોટી ઈનિંગ રમનાર 7 બેટ્સમેન!
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 12:45 PM IST

Runs rain in T20 international cricket: વર્ષ 2025 ક્રિકેટ ચાહકો માટે રોમાંચક રહ્યું છે. આ વર્ષે ભારતીય ટીમે ODI માં ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 ફોર્મેટમાં એશિયા કપ જીતીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. પરંતુ જ્યારે વ્યક્તિગત પર્ફોમન્સની વાત આવે છે, ત્યારે T20 આંતરરાષ્ટ્રીય (T20I) મેચોમાં કેટલાક એવા બેટ્સમેનો સામે આવ્યા છે, જેમણે સ્કોરબોર્ડ પર રનનો અંબાર ઊભો કરી દીધો હતો. આ લિસ્ટમાં માત્ર મોટા ક્રિકેટિંગ નેશન જ નહીં, પણ સ્પેન અને ફિલિપાઇન્સ જેવા દેશોના ખેલાડીઓએ પણ સ્થાન મેળવીને વિશ્વ ક્રિકેટને સ્તબ્ધ કરી દીધું છે.

મોહમ્મદ ઇશાન: સ્પેન તરફથી રમાયેલી ઐતિહાસિક અને સૌથી મોટી ઈનિંગ

ક્રિકેટ ઈતિહાસમાં ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે, સ્પેનનો કોઈ ખેલાડી આ લિસ્ટમાં ટોપ પર હશે. મોહમ્મદ ઇશાને 7 ડિસેમ્બરના રોજ ક્રોએશિયા સામેની મેચમાં એક અકલ્પનીય ઘટના કરી હતી. તેને માત્ર 63 બોલમાં 160 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. 253.96 ના આશ્ચર્યજનક સ્ટ્રાઇક રેટથી રમતા મોહમ્મદ ઇશાને 17 મોટા સિક્સર અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તે T20I ઇતિહાસમાં 150 રનનો આંકડો પાર કરનાર ગણતરીના બેટ્સમેનોમાં સામેલ થઈ ગયો છે.

અભિષેક શર્મા: વાનખેડેમાં રચાયો નવો ભારતીય રેકોર્ડ

ભારતીય ફેન્સ માટે 2 ફેબ્રુઆરીનો દિવસ યાદગાર બની ગયો, જ્યારે યુવા ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામે માત્ર 54 બોલમાં 135 રન ફટકાર્યા. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અભિષેક શર્માએ 54 બોલમાં 13 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પર્ફોમન્સ સાથે અભિષેક શર્માએ શુભમન ગિલના 126 રનના રેકોર્ડને તોડીને T20 ઇન્ટરનેશનલમાં ભારત માટે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાની સિદ્ધિ હાંસલ કરી.

ફિલ સોલ્ટ અને ડેવાલ્ડ બ્રેવિસ: મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

ઇંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન ફિલ સોલ્ટે 12 સપ્ટેમ્બરે સાઉથ આફ્રિકાના મજબૂત બોલરની બોલિંગ સામે 60 બોલમાં નોટઆઉટ 141 રન બનાવીને પોતાની પાવર બતાવી હતી. બીજી તરફ, 'Baby AB' તરીકે જાણીતા સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસે પણ ઓગસ્ટ મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે 56 બોલમાં નોટઆઉટ 125 રન ફટકારીને આ લિસ્ટમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. આ બંને ખેલાડીઓએ બતાવી દીધું કે, મોર્ડન-ડે ક્રિકેટમાં કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.

નામીબિયા અને ઝિમ્બાબ્વેના બેટ્સમેનોનો દબદબો

નામીબિયાના અનુભવી ખેલાડી જાન ફ્રીલિંક્સે 28 સપ્ટેમ્બરના રોજ નાઇજીરીયા સામે 65 બોલમાં 134 રન બનાવ્યા હતા, જેમાં ટેકનિક અને પાવર હિટિંગનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યું હતું. તે જ દિવસે, ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન ટેલરે બોત્સ્વાના સામે પોતાની ક્લાસિક બેટિંગનો નમૂનો રજૂ કર્યો હતો. બ્રેન્ડન ટેલરે 54 બોલમાં 123 રન બનાવ્યા હતા, જેમાં તેને મેદાનની ચારેબાજુ 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને ફિલ્ડરોને લાચાર કરી દીધા હતા.

એન્ડ્રુ ડોનોવન: ફિલિપાઇન્સના ક્રિકેટરની નોટઆઉટ સેન્ચુરી

આ લિસ્ટમાં સાતમા સ્થાને ફિલિપાઇન્સના એન્ડ્રુ ડોનોવન છે. 12 જુલાઈના રોજ સાઉથ કોરિયા સામે રમાયેલી મેચમાં ડોનોવને સાબિત કર્યું કે, એસોસિએટ દેશોમાં પણ મોટા નામો જેવા પરાક્રમ કરી શકે છે. તેને 54 બોલમાં નોટઆઉટ 122 રન બનાવ્યા હતા. તેની આ ઈનિંગમાં 7 છગ્ગા અને 11 ચોગ્ગા સામેલ હતા, જેના કારણે તેની ટીમ એક વિશાળ સ્કોર સુધી પહોંચી શકી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now