Home Automobile Five Great Sunroof Cars Under 15 Lakh Know Which Car Has A Sunroof In Which Variant

₹15 લાખથી ઓછી કિંમતની પાંચ શાનદાર સનરૂફ કાર! : જાણો કઈ કારના ક્યાં વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે સનરૂફ

₹15 લાખથી ઓછી કિંમતની પાંચ શાનદાર સનરૂફ કાર!
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 11:54 AM IST

Cars with sunroof under Rs 15 lakh: એક સમયે લક્ઝરી કારમાં જ સનરૂફ જોવા મલ્ટી હતી, પરંતુ હવે આ ફીચર મિડ-સેગમેન્ટની કાર ખરીદદારોમાં પણ પ્રિય બની ગઈ છે. 2026 માં, કાર કંપનીઓએ તેમની લાઇનઅપ અપડેટ કરી છે અને ₹15 લાખ (એક્સ-શોરૂમ) થી ઓછી કિંમતના સનરૂફ અથવા પેનોરેમિક સનરૂફ સાથેના ઘણા મોડલો રજૂ કર્યા છે. જો તમે ઓપન એરમાં ડ્રાઇવનો આનંદ માણવા માંગો છો, તો આ 5 કાર ઓપ્શન તમારા માટે એક બેસ્ટ સાબિત થઈ શકે છે.

  1. Tata SierraTata Sierra ભારતીય બજારમાં નવી SUV માંથી એક છે.

    Pure+ વેરિઅન્ટમાંથી પેનોરેમિક સનરૂફ ઉપલબ્ધ છે.

    કિંમત આશરે ₹14.49 લાખ (એક્સ-શોરૂમ, અમદાબાદ)

    તેના સેગમેન્ટમાં સૌથી મોટું સનરૂફ, જે તેને તેના કોમ્પિટિટર્સથી અલગ પાડે છે.

  2. MG Hector2026 ફેસલિફ્ટમાં નવું એક્સટિરિયર અને અપગ્રેડેડ ઇન્ટિરિયર આપવામાં આવેલ છે.

    Select Pro ટ્રીમમાં પેનોરેમિક સનરૂફ.

    કિંમત લગભગ ₹14 લાખ (એક્સ-શોરૂમ)

    આરામદાયક ઇન્ટિરિયર અને મજબૂત રોડ પ્રેઝન્સ

  3. Maruti Suzuki Victorisમિડ સેગમેન્ટના ખરીદદારો માટે એક નવું પ્રીમિયમ મોડલ.

    ZXI (O) વેરિઅન્ટમાં પેનોરેમિક સનરૂફ.

    કિંમત લગભગ ₹14.08 લાખ (એક્સ-શોરૂમ).

    પેટ્રોલ અને મજબૂત-હાઇબ્રિડ એન્જિન વિકલ્પો.

    સેગમેન્ટમાં તુલનાત્મક રીતે મોટી સનરૂફ.

  4. Hyundai CretaEX(O) વેરિઅન્ટમાંથી પેનોરેમિક સનરૂફ ઉપલબ્ધ છે

    કિંમત લગભગ ₹12.58 લાખ (એક્સ-શોરૂમ, અમદાવાદ)

    વિશ્વસનીય બ્રાન્ડ વેલ્યુ અને સતત અપડેટ થતાં ફીચર્સ

    આરામ અને ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન

  5. Honda ElevateVX અને VX Apex Edition વેરિઅન્ટમાં સિંગલ-પેન સનરૂફ

    કિંમત ₹13.75 લાખ (એક્સ-શોરૂમ)

    ટેક્સ સુધારા પછી કિંમત બરોબર

    સનરૂફ ફક્ત મિડ-ટ્રીમમાં ઉપલબ્ધ છે, જે તેને વેલ્યુ-ફોર-મની વિકલ્પ બનાવે છે

મિડ-સેગમેન્ટ SUV માં સનરૂફનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

  • ખરીદદારો હવે માત્ર માઇલેજ નહીં, પણ પ્રીમિયમ ફીચર્સ શોધે છે.

  • પેનોરેમિક સનરૂફ જેવા ફીચર્સ હવે ફક્ત મોંઘી કાર સુધી મર્યાદિત નથી.

  • પહેલી વાર SUV ખરીદનારાઓ અને યુવાન પરિવારોની બદલાતી પસંદગીઓ.

નોંધ: શહેર, ડીલર અને રાજ્યના ટેક્સ પર આધાર રાખીને કિંમતો અને ફીચર્સ બદલાઈ શકે છે. ખરીદી કરતા પહેલા તમારા નજીકના શોરૂમ સાથે નવીનતમ કિંમતો અને વેરિઅન્ટ વિગતોની પુષ્ટિ કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now