Home Entertainment Fire Breakout At Singer Shaan Residential Building Singer And His Family Is Safe

સિંગર શાનની બિલ્ડીંગમાં આગ ભીષણ આગ : મોટી દૂર્ઘટનાથી પરિવારનો આબાદ બચાવ

સિંગર શાનની બિલ્ડીંગમાં આગ ભીષણ આગ
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2024, 07:01 AM IST

ગોલ્ડન વોઈસ ઓફ ઈન્ડિયાના નામથી ખ્યાતનામ સિંગર શાનના નિવાસ્થાને ભીષણ આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, આ દૂગ્ઘટના મોડી રાત્રે સર્જાઈ હતી, આ ભીષણ આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ માલમે શાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે પોતાના પરિવાર અને ઘણા લોકો સાથે બિલ્ડિંગની બહાર ઊભો છે.

એક અહેવાલ અનુસાર, ઘટના સમયે શાન અને તેનો પરિવાર ઘરમાં હાજર હતો, પરંતુ સારી વાત એ છે કે બધા સુરક્ષિત છે. આ ઘટના અંગેની માહિતી મળતાં જ સ્થાનિક મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કર્યું હતું.

સિંગર શાને અનેત તેનો પરિવાર સુરક્ષિત
આ ઘટના અંગે મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આગ લાગવા પાછળનું મુખ્ય કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે લાગી હોઈ શકે છે. જો કે બધા ચાહકો ખુશ છે કે ગાયક અને તેનો પરિવાર સુરક્ષિત છે. ઘટનાને પગલે ગાયકના ફેન્સ પણ ચિંતાતૂર થઈ ગયા હતા.

શાન વિશે તમને જણાવીએ કે શાનને ગોલ્ડન વોઈસ ઓફ ઈન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શાન ભારતના શ્રેષ્ઠ પ્લેબેક સિંગર્સમાંથી એક છે. શાને પોતાની કારકિર્દીની શરૂઆત જાહેરાતોમાં જિંગલ્સ ગાવાથી શરૂ કરી હતી. આ પછી તેના આલ્બમ્સ રિલીઝ થયા અને પછી શાને બોલિવૂડમાં તેની શાનદાર કારકિર્દી બનાવી. શાનનાં આવાં ઘણાં ગીતો છે જે આજે પણ લોકોનાં દિલો પર રાજ કરી રહ્યાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now