Home Entertainment Film Anuja Enters The Oscars Has A Special Connection With Priyanka Chopra

ઑસ્કરની રેસમાં હિંદી ભાષાની ફિલ્મ : ફિલ્મ 'અનુજા'ની થઈ ઑસ્કરમાં એન્ટ્રી, પ્રિયંકા ચોપરા સાથે છે ખાસ કનેક્શન

ઑસ્કરની રેસમાં હિંદી ભાષાની ફિલ્મ
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 05:05 PM IST

ફિલ્મો માટે ઑસ્કરને મહત્વપૂર્ણ અવોર્ડ માનવામાં આવે છે. એમાં પણ જો કોઈ ફિલ્મને ઓસ્કર મળી જાય તો તે ફિલ્મ વિશ્વ સ્તરે ચમકી જાય છે. અનેક ભારતીય ફિલ્મ પણ તે માટે રેસમાં હતી. અને અધવચ્ચેથી જ બહાર નિકળી ગઈ.ખાસ વાત એ છે કે ભારત માટે નોમિનેશન પણ થોડા રસપ્રદ રહ્યા છે. હા, હિન્દી ભાષાની અનુજાનું નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ચાલો ઓસ્કાર 2025 ના નામાંકનોની જાહેરાતની સંપૂર્ણ યાદી જોઈએ.

ઓસ્કરની જાહેરાત થયા બાદ હિંદી ભાષાની ફિલ્મ અનુજા ચર્ચામાં આવી છે. તેને લાઈવ એક્શન શોર્ટ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. ખૂબ જ ઓછા લોકો એ વિશે જાણે છે કે, આ ફિલ્મની એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર પ્રિયંકા ચોપરા છે. એડમ નિર્દેશિત ફિલ્મમાં 9 વર્ષની અનુજા નામની છોકરીની કહાનીને બતાવવામાં આવી છે. જેને પોતાની જિંદગીમાં એક મોટો નિર્ણય લેવાનો હોય છે, જેની અસર તેના ભવિષ્ય અને પરિવાર પર પડવાની હોય છે.

અનુજાની વાર્તા વિશે વાત કરીએ તો, તે અનુજા નામની 9 વર્ષની છોકરીની આસપાસ ફરે છે, જે તેની મોટી બહેન પલક સાથે દિલ્હીમાં બ્લેક-એલી ટેક્સટાઇલ ફેક્ટરીમાં કામ કરે છે. જ્યારે અનુજાને ફરીથી શાળાએ જવાની તક મળે છે, ત્યારે તેણીને જીવન-પડકારજનક પસંદગીઓનો સામનો કરવો પડે છે જે તેના પરિવારના ભવિષ્ય પર ભારે અસર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now