Home Gujarat Fight Between Prisoners In Surendranagar Sub Jail

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી : ઈજાગ્રસ્ત કેદીના હાથમાં 6 ટાંકા આવ્યા, જેલ તંત્રની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2026, 02:15 PM IST

સુરેન્દ્રનગરની સબ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેલમાં એક કેદીએ અન્ય ત્રણ કેદીઓ સાથે ઝઘડો કરી હાથમાં રહેલી કોઈ ધારદાર વસ્તુથી હુમલો કર્યો, જેમાં એક કેદીને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત કેદીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરી હતી

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત કેદીના હાથમાં 6 ટાંકા લેવા પડ્યા હતા, જેના કારણે તેની ઈજાની ગંભીરતા સ્પષ્ટ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલો કરનાર કેદીએ અન્ય કેદી પાસેથી ગેરકાયદેસર રીતે રૂ. 5 હજારની માંગણી કરી હતી. માંગણી ન સ્વીકારતા આરોપી કેદી ઉશ્કેરાઈ ગયો અને હુમલો કર્યો હોવાનો ખુલાસો પ્રાથમિક તપાસમાં થયો છે.

જેલ તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા

આ ઘટનાથી જેલમાં ફરી એક વખત અફરાતફરી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર સબ જેલ અવારનવાર વિવાદોમાં રહેતી આવી છે, અને ફરી એક વખત કેદીઓ વચ્ચે થયેલી મારામારીને કારણે જેલ તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. ઘટનાની જાણ થતાં જ જેલ અધિકારીઓ દ્વારા મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાની સંપૂર્ણ વિગતો મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેલમાં વારંવાર આવી ઘટનાઓ બનતા કેદીઓની સુરક્ષા અને જેલ વ્યવસ્થાના નિયંત્રણ અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now