Home Automobile Ferraris New Supercar Will Accelerate From 0 To 200kmph In 9 Seconds

Ferrari ની નવી સુપરકાર 9 સેકન્ડમાં 0 થી 200kmph ની સ્પીડ પકડશે! : કિંમત ₹5.59 કરોડથી શરૂ, જાણો ફીચર્સ, ડિઝાઇન અને V8 એન્જિન વિશે

Ferrari ની નવી સુપરકાર 9 સેકન્ડમાં 0 થી 200kmph ની સ્પીડ પકડશે!
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 09:24 AM IST

Ferrari : Ferrari ની લેટેસ્ટ એન્ટ્રી-લેવલ સુપરકાર ભારતમાં આવવા માટે તૈયાર છે. કંપનીની આ સુપરકારનું નામ Ferrari Amalfi છે. Ferrari Amalfi આ કાર ગયા વર્ષે જુલાઈમાં ગ્લોબલ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. આ વર્ષના અંતમાં ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. ઇટાલિયન ઓટોમેકર Ferrari એ પુષ્ટિ આપી છે કે, ભારતમાં આ સુપરકારની એક્સ-શોરૂમ કિંમત 5.59 કરોડ રૂપિયા હશે. આ સુપરકાર ટ્વીન-ટર્બો V8 એન્જિન સાથે આવશે. જે માત્ર 3.3 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની સ્પીડ અને માત્ર 9 સેકન્ડમાં 0 થી 200 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે. જાણો Ferrari Amalfi ના ફીચર્સ વિશેની માહિતી.

ડિઝાઇન

કંપની પરંપરાગત Ferrari ડિઝાઇનને આધુનિક સ્ટાઇલ સાથે જોડી રહી છે. સુપરકારના આગળના ભાગમાં સ્ટાન્ડર્ડ ગ્રિલને બદલે બોડી-કલર ફ્લોટિંગ વિંગ છે. આકર્ષક ઇન્ટિગ્રેટેડ હેડલેમ્પ્સ અને સેન્સર પણ છે. કારનું નીચલું સ્પ્લિટર તેને પહોળું બનાવે છે. પાછળની ડિઝાઇનની વાત કરીએ તો, કંપની સ્ટ્રાઇકિંગ શોલ્ડર લાઇન સાથે મિનિમલિસ્ટ ટેલ ઓફર કરી રહી છે. એક ડિફ્યુઝર કારના એરોડાયનેમિક્સ લુકમાં વધારો કરે છે.

શાનદાર ઇન્ટિરિયર

આ કાર ફેરારી રોમાની સક્સેસર છે, અને તેથી, તેના ડેશબોર્ડને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે કંપનીના 12 સિલિન્ડર મોડલોથી ઇન્સપાયરડ છે. ડેશબોર્ડમાં એક બોલ્ડ, મોનોલિથિક સ્ટાઇલ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને એર વેન્ટ્સને મર્જ કરે છે. ડેશબોર્ડનું સેન્ટર કન્સોલ એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમથી બનેલું છે. અહીં, ગ્રાહકોને ગિયર સિલેક્ટર, કી સ્લોટ, વાયરલેસ ચાર્જિંગ પેડ અને સેકન્ડરી કંટ્રોલ જેવા ઓપ્શન મળશે.

ટ્વીન-ટર્બો V8 એન્જિન અને 631 હોર્સપાવર

વધુમાં, તેમાં ઓપ્શનલ કમ્ફર્ટ સીટ છે જે ત્રણ સાઇઝમાં આવે છે અને વેન્ટિલેશન અને મસાજનો ફીચર્સ પણ આપે છે. ત્રણ તીવ્રતા સ્તરો પર પાંચ કસ્ટમાઇઝ કરી શકાય તેવા પ્રોગ્રામ્સ પણ છે. ઓવરઓલ એક્સપિરિયન્સને વધારવા માટે, ઓપ્શનલ 14-સ્પીકર બર્મેસ્ટર સાઉન્ડ સિસ્ટમ 1,200 વોટ હાઇ-ક્વોલિટીવાળા ઑડિયો પ્રદાન કરે છે. આ સુપરકાર ટ્વીન-ટર્બો V8 એન્જિન દ્વારા સંચાલિત છે, જે 631 હોર્સપાવર જનરેટ કરે છે. આ એન્જિન 8-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. આ કાર 9 સેકન્ડમાં 0 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
EV ખરીદ્યા પછી આ ભૂલો ન કરો
સૌથી વધુ માઇલેજ આપતી ટોપ 5 કાર!
₹6 લાખથી ઓછી કિંમત અને 6 એરબેગ્સ સાથે આવતી આ 5 કાર!
નવી Tata Altroz iCNG ખરીદતા પહેલા તેનો રિવ્યૂ જાણો
નવા ફિચર્સ સાથે લોન્ચ થઈ Royal Enfield Guerrilla 450!