Home Health-lifestyle Feng Shui Tips Follow These Steps To Climb The Ladder Of Career Success

ફેંગશુઈ ટિપ્સ : કરિયરમાં સફળતાની સીડી ચડવા કરો આ કામ

ફેંગશુઈ ટિપ્સ
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2025, 04:30 AM IST

કરિયરમાં સફળતાની સીડી ચડવા તો સૌ કોઈ ઈચ્છે છે. જે કામને તમે તમારું સર્વસ્વ આપો છો. તમારો કિંમતી સમય આપો છે. જેમાં સફળતાની આશા તો તમે રાખતા જ હો છો. પરંતુ ઘણીવાર એવું થાય છે કે, ખૂબ જ મહેનત કરવા છતાં તમને ધારી સફળતા નથી મળતી.જેનો ઉપાય ફેંગશુઈમાં છે. જે એક ચીની શાસ્ત્ર છે. જેમાં કરિયરને લઈને અનેક ટિપ્સ જણાવવામાં આવ્યા છે. જો તમે તમારા કરિયરમાં મુસીબતનો સામનો કરી રહ્યો છો તો, તમને ફેંગશુઈની મદદ લઈ શકો છો. નાની-મોટી કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી તમે સફળતા પામી શકો છો.

આટલું ખાસ કરો
તમારા કામની જગ્યા પર સાફ સફાઈનું હંમેશા ધ્યાન રાખો. ડેસ્કની આસપાસ કચરો ભેગો ન થવા દો. આ સાથે જ એટલું પણ ધ્યાન રાખો કે, તમારા ડેસ્ટ પાસે અંધારું ન હોય. ઘરની ઉત્તર દિશાને સાફ રાખો. તમારા ઘર અને ઓફિસમાં પુરતો પ્રકાશ અને હવા ઉજાસ આવે તેવો પ્રયાસ કરો.

ફેંગશુઈની વસ્તુઓ રાખો

તમે ફેંગશુઈ કાચબાને ઘર કે ઓફિસમાં રાખી શકો છે. જેના ઉન્નતિ થાય છે અને નેગેટિવ એનર્જી દૂર થાય છે. તેને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આ સાથે તમે જેડ પ્લાન્ટ રાખી શકો છો. જે ઓક્સીજનની સાથે સુખ-સમૃદ્ધિમાં વધારો કરશે.

આ સાથે તમે કરિયરમાં ઉન્નતિ માટે અને પ્રમોશન મેળવવા માટે લાફિંગ બુદ્ધા રાખી શકો છો. તેને ઓફિસ કે ઘરમાં રાખવાથી વિકાસના નવા નવા રસ્તાઓ ખુલે છે. કરિયરમાં સફલતા માટે તમે તમારા ઘર કે ઓફિસમાં ફિશ એક્વેરિયમ રાખી શકો છો. જેનાથી તમારા ઘરની કંગાળી પર દૂર થાય છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now