Home Entertainment Fatima Sana Shaikh Talked About Casting Couch In South

કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે દંગલની ગીતા : ફાતિમાના ચોંકાવનારા ખુલાસા

કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે દંગલની ગીતા
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 07:32 AM IST

બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખે દંગલથી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ફાતિમા દંગલમાં ગીતાનું પાત્ર ભજવીને ખુબ પ્રખ્યાત થઈ. પરંતુ ફાતિમા માટે ઈન્ડસ્ટ્રીમાં ઈન્ટ્રી લેવી સરળ નહોતી. તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ફ્લોપ થયા બાદ ફાતિમાએ બે ફિલ્મો ગુમાવી. ફાતિમાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેને કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કરવો પડ્યો હતો.  ફાતિમા સના શેખે એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ અંગે ખુલીને વાત કરી. તેણે જણાવ્યું કે તે કાસ્ટિંગ કાઉચમાં કેવી રીતે ફસાઈ.

ફાતિમાએ કાસ્ટિંગ કાઉચ અંગે ખુલીને વાત કરી
ફાતિમાએ જણાવ્યું કે એકવાર સાઉથમાં કાસ્ટિંગ ચાલી રહ્યું હતું. મને મારી પ્રોફાઇલ મોકલવા માટે કહેવામાં આવ્યું. મેં મોકલી. તેણે કહ્યું- તમે કંઈ પણ કરવા તૈયાર છો?, તો મેં કહ્યું હું ખૂબ જ મહેનત કરી રહી છું અને રોલ માટે જે પણ જરૂરી હશે તે કરીશ.
ફાતિમાએ આગળ કહ્યું- એક સમયે હૈદરાબાદમાં નાના પ્રોડ્યુસર્સ હતા. અમે વિચાર્યું કે જો હું સાઉથ જઉ અને ત્યાં મોટી થઉ તો મને બોલિવૂડમાં તક મળશે. ત્યાં કોઈ રૂમમાં હતા, ત્યાં પ્રોડ્યુસર હતા, તેઓ ખુલ્લેઆમ કહેતા હતા કે તમારે અહીં લોકોને મળવાનું છે.

ફાતિમા બાળપણમાં આમિર ખાન સાથે કામ કર્યું છે
ફાતિમા સના શેખે બાળ કલાકાર તરીકે કામ કર્યું છે. તેણે ચાચી 420, ઈશ્કમાં કામ કર્યું હતું. ઈશ્ક ફિલ્મમાં ફાતિમા કાજોલના ખોળામાં બેઠેલી જોવા મળે છે. તેણે કહ્યું કે તેને આમિરની ઈશ્કનો ડાઈંગ સીન યાદ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now