Home Gujarat Father And Son Atta Cked As Water Splashes On Car In Shah Alam

શાહઆલમમાં કાર પર પાણીના છાંટા ઉડતા પિતા-પુત્ર પર છરીથી હુમલો! : CCTV ફૂટેજના આધારે મુખ્ય આરોપીની કરી ધરપકડ

શાહઆલમમાં કાર પર પાણીના છાંટા ઉડતા પિતા-પુત્ર પર છરીથી હુમલો!
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 01:12 PM IST

Gujarat : ગુજરાતમાં અસામાજિક તત્વોનો ખૌફ વધી રહ્યો હોય તેવું લાગે છે. હત્યા અને ગુંડાગીરીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદના શાહઆલમમાં સામાન્ય બાબતમાં આરોપીએ પિતા-પુત્ર પર છરીના ઘાથી હુમલો કરવામાં આવ્યો હતો. પુત્ર ફૈઝાન અને પિતા મોહમ્મદ ઈરફાનને આરોપી સફ્ફાને છરીના ઘા ઝીંક્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ઇસનપુર પોલીસે મુખ્ય આરોપી સફ્ફાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

ઘટના કેવી રીતે બની?

શહેરના શાહઆલમ વિસ્તારમાં છરીથી હુમલાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ઇમરાન પઠાણ નામના આરોપીની કાર પર છાંટા ઉડવાથી બબાલ શરૂ થઈ હતી. આરોપી સફ્ફાન પઠાણે તેના પિતાના ઝઘડાની જાણ થતા કાર લઈને શાહઆલમ આવ્યો હતો અને પિતા-પુત્ર પર છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. ઝઘડા દરમિયાન આરોપીનો પુત્ર સફ્ફાન પઠાણે છરીના ઘા ઝીંકતા મામલો ગરમાયો હતો. આ ઘટના બનતા કેટલાક લોકોએ મળીને આરોપીને પકડીને અટકાવ્યો હતો. સ્થાનિકોના ટોળા પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

ઘટનાના CCTV ફૂટેજ

સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, આરોપી છરી જેવું હથિયાર લઈને એક દુકાનમાં પ્રવેશયો હતો . જે બાદ જોતજોતામાં પિતા-પુત્ર પર તૂટી પડ્યો. આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડી પાડી પિતા-પુત્રને વધુ ઈજા થતા બચાવ્યા હતા. છરીના હુમલામાં ઘાયલ થયેલા પિતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇસનપુર પોલીસે મુખ્ય આરોપી સફ્ફાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now