Home Gujarat Fatal Attack On Youth In Kadi Mehsana

કડીમાં યુવક પર જીવલેણ હુમલો : દરગાહ કમ્પાઉન્ડમાં છરી અને ધોકા ઉડ્યાં, પોલીસે 6 આરોપીને ઝડપ્યાં

કડીમાં યુવક પર જીવલેણ હુમલો
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 10:55 AM IST

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં યુવક પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. કડીના બાલાપીર દરગાહ કમ્પાઉન્ડમાં ધવલ ગજ્જર નામના યુવક પર અસામાજિક તત્વોએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

ધવલ ગજ્જર પર જીવલેણ હુમલો

મળતી માહિતી મુજબ હુમલાખોરોએ છરી અને ધોકા જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને ધવલ ગજ્જર પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે 6 આરોપીઓને ઝડપ્યાં

ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે આ કેસમાં કુલ 9 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો અંગત અદાવતના કારણે થયો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now