Botad Accident News : બોટાદ શહેરના મિલેટ્રી રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ મિલેટ્રી રોડ પર એક બોલેરો પીકઅપ ગાડી અચાનક પલ્ટી ખાઈ જતા આ અકસ્માત થયો હતો. બોલેરો પીકઅપ ગાડીમાં કુલ 26 લોકો સવાર હતા.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
જાણવા મળ્યું છે કે, શહેરના હરણકુઈ વિસ્તારના એક જ કુટુંબના લોકો બહાર જવા માટે બોલેરો પીકઅપ ગાડીમાં જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો. અકસ્માત એટલો ગંભીર હતો કે બે લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી
ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.





















