ચાહકોનો પોતાના મનગમતા સ્ટાર પ્રત્યેનો જુનૂન કોઈ નવી વાત નથી, પરંતુ એક ચાહકે "Kantara Chapter 1"ની અભિનેત્રી રુક્મણી વસંતને મળવા માટે 700 કિલોમીટરથી વધુની મુસાફરી કરી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. આ ચાહક, રાજુએ પોતાની ખુશી ટ્વીટ કરીને વ્યક્ત કરી, "આ મારા સપનામાં પણ નહોતું! તમારી નમ્રતા અને મારી લોકસ્ક્રીન જોઈને તમારી પ્રતિક્રિયા મારા હૃદયમાં કાયમ માટે રહેશે." રુક્મણીએ રાજુ પાસેથી ગુલાબી ફૂલ સ્વીકારતો ફોટો પણ વાયરલ થયો છે.
વર્ષનો સૌથી સાચો ચાહક
સોશિયલ મીડિયા પર યુઝર્સે રાજુને "વર્ષનો સૌથી સાચો ચાહક" ગણાવ્યો, અને ઘણાએ મજાકમાં તેને "બેસ્ટ ફેન એવોર્ડ" માટે નામાંકિત કર્યો. રુક્મણી વસંતની ફિલ્મ "Kantara Chapter 1"એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે, જેણે માત્ર 12 દિવસમાં 125 કરોડના બજેટ સામે ૬૩૫ કરોડની કમાણી કરી છે. રુક્મણી આગામી સમયમાં યશ સાથે "ટોક્સિક અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ" અને જુનિયર એનટીઆર સાથે પ્રશાંત નીલની "ડ્રેગન"માં જોવા મળશે.