Home Entertainment Fan Throws T Shirt At Singer Karan Aujla During Live Performance

લાઈવ પર્ફોર્મન્સમાં સિંગર કરણ ઔજલા પર ચાહકે ફેંક્યું ટી-શર્ટ : કરણે પરસેવો લૂછીને પાછું માર્યું, ઈન્ટરનેટ પર છવાઈ ગયો વીડિયો, જાણો ચાહકોની પ્રતિક્રિયા

લાઈવ પર્ફોર્મન્સમાં સિંગર કરણ ઔજલા પર ચાહકે ફેંક્યું ટી-શર્ટ
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 11:11 AM IST

Singer Karan Aujla: ‘સ્વેગ’રોલિંગ લાઉડ ઈન્ડિયા દરમિયાન કરણ ઔજલાના લાઈવ પર્ફોર્મન્સમાં એક ચાહકે સ્ટેજ પર પોતાનું ટી-શર્ટ ફેંકી દીધું. કરણે ગીત ગાતા ગાતા જ શાંતિથી ટી-શર્ટ ઉપાડ્યું, ચહેરા-ગળા પરથી પરસેવો લૂછી નાખ્યો અને સ્ટાઈલમાં ભીડ તરફ પાછું ફેંકી દીધું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે.

“આ તો હવે રિસેલ માર્કેટમાં લાખોમાં વેચાશે”

કરણના આ જવાબને ચાહકો “એટીટ્યુડ” અને “ક્લાસી રિપ્લાય” ગણાવી રહ્યા છે. ઘણાએ લખ્યું કે ચાહકનું ટી-શર્ટ 100 રૂપિયાનું હતું, હવે કરણના પરસેવાથી તેની કિંમત 10,000થી વધુ થઈ ગઈ! કેટલાકે તો મજાકમાં કહ્યું કે “આ તો હવે રિસેલ માર્કેટમાં લાખોમાં વેચાશે.”આ ઘટના પછી પણ કરણે પોતાનું હાઈ-એનર્જી પર્ફોર્મન્સ એક સેકન્ડ માટે પણ રોક્યું નહીં અને શો ધૂમ મચાવતો ચાલુ રાખ્યો. નેટીઝન્સ તેને “રિયલ કિંગ” અને “બેફામ” કહીને સપોર્ટ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now