Home Health-lifestyle Famous Street Food In Prayagraj If You Visit Prayagraj Try This Street Food

Prayagraj famous street food : જો પ્રયાગરાજ જાઓ છો તો આ 5 સ્વાદિષ્ટ વાનગીઓ ખાઈ લેજો

Prayagraj famous street food
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 05:28 AM IST

પ્રયાગરાજ ભારતની ત્રણ પવિત્ર નદીઓનું સંગમસ્થાન છે, અને તેથી જ આ પાવન ભૂમિ પર કુંભનું આયોજન કરવામાં આવતું હોય છે. વર્ષ 2025માં 45 દિવસ માટે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, દૈનિકના કરોડો શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથુ મેળવતા હોય છે. આ શહેરનું જેટલું ધાર્મિક મહત્વ છે, તેટલું જ આ શહેર તેના સ્વાદિષ્ટ વ્યંજનો માટે ફેમસ છે. જો તમે પ્રયાગરાજની મુલાકાત લો છો તો આ વાનગીઓનો સ્વાદ લેવાનું ચૂકતા નહીં

 
અશોકનગરના સૈનિક સમોસા


ખાવાના શોખીનો જો અશોકનગરના સૈનિક સમોસા છોડી દે તો પ્રયાગરાજની મુલાકાત તેમની અધૂરી જ રહી ગઈ સમજો. આ સમોસાને સ્મેસ કરીને મસાલેદાર છોલે સાથે આપવામાં આવે છે. સમોસા –છોલે સાથે દહી, આમલીની ચટણી, ડુંગળી, ધાણા અને ઉપરથી સેવ ભભરાવવામાં આવે. પ્રયાગરાજના આ સ્ટ્રીટ ફૂડને ખૂબ પસંદ કરવામાં આવે છે.

 
રાજારામની લસ્સી


રાજારામની ઠંડી લસ્સી તો પ્રયાગરાજમાં ફેમસ છે, માખણથી ભરેલી આ લસ્સી પીને તમે પણ કહેશો વાહ... લસ્સી હોય તો આવી...  આ લસ્સી જુદા જુદા ફલેવરમાં મળે છે. જો તમે લસ્સી પીવાના શોખીન છો તો રાજારામ લસ્સીવાલાની મુલાકાત અચૂકથી લેજો

 

નેતરામ મૂલચંદ એન્ડ સન્સ કચૌરી


ગોળ, મુલાયમ, સ્વાદિષ્ટ અને મોઢામાં જઈને જ પીગળી જનારી આ કચોરીની વાત જ નિરાલી છે. આ કચોરીના સ્વાદનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. અડદ દાલની આ કચોરીમાં મસાલેદાર માવો ભરાય છે. આ કચોરીને સબ્જીની સાથે ખાવામાં આવે છે. આ કચૌરીની ખાસિયત છે કે તેને શુદ્ધ ઘીમાં તળવામાં આવે છે.  આહા...શું સ્વાદ હોય છે આ કચૌરીનો

 

સિવિલ લાઈન્સની મસાલા ભેળ


પ્રયાગરાજમાં સિવિલ લાઈન્સની સ્ટ્રીટ ફૂડમાં જાઓ તો તમને મસાલેદાર ભેળ જોવા મળશે.  કોલકત્તા, મુંબઈમાં જે પ્રકારની સૂકી ભેળ મળે તેવી પ્રકારની છે. આ ભેળમાં મગફળી અને ચાટમસાલાનો સ્વાદ અદ્રભૂત હોય છે.

 

હીરા હલવાઈના ગુલાબજાંબુ


હીરા હલવાઈની દુકાનમાં તાજા દૂધથી બનાવાયેલા ગુલાબજાંબુની વાત જ અલગ છે. આ દુકાનની ખાસ રેસિપી વરસોથી જળવાઈ રહી છે. જ્યારે પણ તમે આ દુકાનની મુલાકાત લો ત્યારે તમને ફ્રેશ, દાણાદાર, મુલાયમ... બદામથી સજાવવામાં આવેલા ગુલાબજાંબુને લોકો મોજથી ખાય છે.         

 

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now