Home Gujarat Famous Singer Miraben Ahir Made A Video Of Rajkot Civil Hospital

'જે થાય એ કરી લે' રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફની દાદાગીરી! : હકાભા ગઢવી બાદ સિંગર મીરા આહીરને થયો કડવો અનુભવ, VIDEO બનાવી રોષ ઠાલવ્યો

'જે થાય એ કરી લે' રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફની દાદાગીરી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 07:33 AM IST

Rajkot Civil Hospital: રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. લોકગાયિકા અને સાહિત્યકાર મીરાબેન આહિરને સિવિલિ હોસ્પિટલમાં કડવો અનુભવ થયો છે. જે અંગે તેમણે વીડિયો પણ શેર કરી રોષ ઠાલવ્યો છે.


મીરા આહિરના સિવિલ હોસ્પિટલના આક્ષેપ

મીરા આહિરે જણાવ્યું કે, ''તેઓ તેમના ભાઈને ઈમરજન્સી સ્થિતિમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, હોસ્પિટલમાં પહોંચ્યા બાદ 45 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. છતાં પણ કોઈપણ સ્ટાફે યોગ્ય રીતે ધ્યાન આપ્યું નહોતું અને કેસ પણ નોંધવામાં આવ્યો ન હતો''.

''મારો અનુભવ જણાવું છું તેમજ તેનો જવાબ પણ જોઈએ''

મીરા આહિરે જણાવ્યું કે, ''મારો અનુભવ જણાવું છું તેમજ તેનો જવાબ પણ જોઈએ છે, મારા ભાઈને સિવિલ હોસ્પિટલામાં ઈમરજન્સીમાં લઈ ગયા અને 45 મિનિટ સુધી અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈ કેસ ન લખ્યો, અને ત્યારબાદ આ લોકો કહી દીધું કે, અમારો ટાઈમ જમાવાનું થઈ ગયો છે અને પછી માંડ માંડ અમને ઈમરજન્સી વિભાગ લઈ ગયા તો ત્યાં અભદ્ર ભાષામાં મજા આવે તેમ વાતો કરે બોલે, અને અમને કિધું કે, નથી દાખલ કરવો થાય એ કરી લે જા..''


''આ તમામ વસ્તુમાં જવાબદાર કોણ?''

તેમણે કહ્યું કે, ''આ તમામ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલનું આજ કામ છે, આ સ્ટાફ લોકો સાથે આવું વર્તન કરે તે ક્યાં સુધી વ્ચાજબી છે. આજે અમારા ઉપર છે અને કાલે તમારા ઉપર પણ આ જ થશે, બધાય ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે. અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે તેવું બોલવું, નિરાંતે કામ કરવું, તેમ પબ્લીકની સેવા માટે છો કે શાના માટે છો? આનો કોઈ મને જવાબ જોઈએ મને?


''આવું ક્યાં સુધી ચાલુ રહેશે?''

મારી આહિરે કહ્યું કે, ''આવું ક્યાં સુધી ચાલુ રહેશે? માણસના જીવથી વધારે કંઈ છે ખરા? રાજકોટ સિવિલ હોસ્પિટલ, મને આ વસ્તુનો જવાબ જોઈએ છે, તમારો સ્ટાફ બહુ એટલે બહુ જ ગેરવર્તન કરે છે અને મજા આવે છે તેવા જવાબ આપે છે તેનો મને જવાબ જોઈએ છે''

જાણો સમગ્ર મામલો

લોકગાયિકા અને સાહિત્યકાર મીરાબેન આહિર તેમના ભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લઈ ગયા હતા. જ્યાં સ્ટાફ અને તેમના વચ્ચે બોલાચાલી થઈ રહી છે તેનો તેમણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ગેરવર્તન કરતો દેખાય છે. જે 4 મિનિટ અને 21 સેકન્ડના વીડિયોમાં મીરા આહિર કહે છે તમે મને કહો ઈમરજન્સી કોને કહેવાય? ત્યારે સામે એક નર્સ કહે છે જા અહીંથી જા. જો કે, આ સમગ્ર ઘટના બાદ આ વીડિયોની સાથે મીરા આહિરે પોતાનો રોષ ઠાલવતો વીડિયો પણ શેર કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now