Home Health-lifestyle Famous Places In India Known For Vegiterian Food

ભારતના 5 શહેર વેજીટેરિયન ફૂડ માટે પ્રખ્યાત, : એક વાર ટ્રાય કરશો તો નોન-વેજને ભૂલી જશો

ભારતના 5 શહેર વેજીટેરિયન ફૂડ માટે પ્રખ્યાત,
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2025, 10:45 AM IST

Offbeat Desk: એવું બિલકુલ જરૂરી નથી કે દરેકને નોન-વેજ જ પસંદ હોય. હવેના સમયમાં વેજીટેરિયન લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં વિવિધ સંસ્કૃતિના લોકો રહે છે અને દરેક સંસ્કૃતિ દરેક પ્રદેશની પોતાની વિશેષ વાનગી અને અલગ અલગ ખોરાક હોય છે. પરંતુ જે લોકો એમ કહેતા હોય કે વેજીટેરિયન ડીશીસમાં વેરાયટી નથી તો તેમને ખબર હોવી જોઈએ કે ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે વેજિટેરિયન ફૂડ માટે પ્રખ્યાત છે. પરંપરાગત થાળીથી લઈને અનન્ય વિકલ્પો સુધી, આ સ્થળો વેજિટેરિયન ફૂડ માટે જાણીતી છે. જો તમે પણ વેજિટેરિયન ખાવાના શોખીન છો, તો ભારતના આ સ્થળો પર ઉપલબ્ધ સ્વાદિષ્ટ ભોજન તમારી ટ્રિપની મજા બમણી કરી દેશે. ચાલો જાણીએ ભારતના તે 5 વેજિટેરિયન ડેસ્ટિનેશન વિષયે.


વારાણસી, ઉત્તર પ્રદેશ

દરેક પગથિયે તમને સ્વાદિષ્ટ વેજિટેરિયન ભોજન મળી જશે. બનારસની સ્પેશિયાલિટી એટલે આલૂ પુરી, કચોરી શાક, ક્રિમી લસ્સી અને બીજી અનેક મીઠાઈ.


ઉડ્ડુપી, કર્ણાટક

જ્યારે દક્ષિણ ભારતના ફૂડની વાત આવે ત્યારે ઉડુપીનો ઉલ્લેખ સૌથી પહેલા થાય. જો તમે સાઉથ ઈન્ડિયામાં વેજિટેરિયન ફૂડ શોધી રહ્યા છો, તો ઉડ્ડુપી તમારા માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. આ જગ્યા વેજિટેરિયન ફૂડ માટે સમગ્ર દક્ષિણમાં ખૂબ જાણીતી છે. અહીંની ઈડલી, ડોસા, સાંભર, વડા અને નારિયેળની ચટણીનો સ્વાદ એટલો જોરદાર હોય છે કે એકવાર તમે તેનો સ્વાદ ચાખી લો તો તમે તેને ભૂલી નહીં શકો.


હરિદ્વાર અને ઋષિકેશ, ઉત્તરાખંડ

હરિદ્વાર અને ઋષિકેશ ધાર્મિક સ્થળ છે, અને અહીં માત્ર વેજિટેરિયન ફૂડ જ મળે છે. અહીંની દુકાનો પર તમે આલુ-પુરી, ક્રિસ્પી કચોરી અને ગરમા-ગરમ જલેબીનો આનંદ માણી શકો છો. ગંગા નદીના કિનારે વસેલા આ સ્થળ પર ભોજનનું ઘણું મહત્વ છે.


અમદાવાદ, ગુજરાત

ગુજરાતનું ભોજન એટલે મસાલા એકદમ હળવા અને મીઠાશથી ભરપૂર. આ સ્થળ વેજિટેરિયન લોકો માટે ખાસ છે કારણ કે ગુજરાતમાં જૈન ધર્મના લોકોની સંખ્યા વધારે છે. ગુજરાતી થાળીમાં ખાંડવી, ફાફડા, ઢોકળા, થેપલા અને દાળ-ખીચડી હોય છે.આ બધી વાનહી ગુજરાતની વિશેષ ઓળખ છે. અમદાવાદની દરેક શેરી અને બજારમાં તમને સ્વાદિષ્ટ વેજિટેરિયન ફૂડ મળી જશે.


જયપુર, રાજસ્થાન

જયપુરનું શાહી વેજિટેરિયન ફૂડ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં બાજરીના રોટલા, દાળ-બાતી ચુરમા અને ગટ્ટાની સબ્જી  રાજસ્થાનની શાન છે. આ સિવાય મિર્ચી વડા, સ્વીટમાંઘેવર અને માલપુઆ પણ પ્રખ્યાત છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now