Home Gujarat Fake Passport Case Bobbys Partner Bipin Darji In Smc Custody

કબૂતરબાજ બોબીનો ભાગીદાર બિપિન દરજી SMCના સંકજામાં : માનવ તસ્કરી-બનાવટી પાસપોર્ટ કેસમાં ફરાર હતો આરોપી

કબૂતરબાજ બોબીનો ભાગીદાર બિપિન દરજી SMCના સંકજામાં
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 08:14 AM IST

સ્ટેટ મોનિટરીંગ સેલના હાથે મોટી સફળતા મળી છે. અમદાવાદન સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા માનવ તસ્કરી અને બનાવટી પાસપોર્ટના ગુના નોંધાયેલો હતો. જેમા આર્થિક લાભ મેળવવા ગુનાહિત કાવતરું રચી, ખોટા અને બનાવટી પાસપોર્ટ તથા દસ્તાવેજો બનાવી, લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવતા હતા. જે કબૂતરબાજીનો મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે સંકળાયેલો તેનો ભાગીદાર અને એજન્ટ બિપિન સોમા દરજી ઘણા સમયથી ફરાર હતો, જેને SMCએ દબોચી લીધો છે.

વિજાપુર ચોકડીથી ઝડપાયો આરોપી

વિગતો મુજબ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી મળેલી માહિતીના આધારે SMCએ બે ટીમો બનાવી આરોપીની વોચ રાખી હતી. જેના આધારે આ ટીમો દ્વારા આરોપી બિપિન સોમાભાઈ દરજીને વિજાપુર ચોકડી ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. જે આરોપીને સ્ટેટ મોનિટરીંગ સેલની કચેરી ખાતે લાવી, તારીખ 1 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે દસ વાગ્યે કાયદેસર રીતે અટક કરવામાં આવી છે.


25 હજાર રૂપિયાનું ઈનામ હતું

પોલીસે જણાવેલી વિગતો મુજબ આ ગુનામાં ફરાર આરોપી બિપિન સોમાભાઈ દરજી વિરુદ્ધ પ્રથમ CRPC કલમ 70 મુજબ વોરંટ મેળવવામાં આવ્યું હતું. તેમ છતાં તે ન મળતા, આરોપી વિરુદ્ધ CRPC કલમ 82 મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ઉપરાંત તેના ભારતીય પાસપોર્ટ નંબરના આધારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય દ્વારા લુક આઉટ સર્ક્યુલર પણ ઇશ્યુ કરાવવામાં આવ્યું હતું. આરોપીને પકડવા માટે બાતમી આપનાર કે મદદરૂપ થનાર વ્યક્તિ માટે રૂપિયા 25,000નું રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

ગુનો દાખલ થયા પછી આરોપી નાસતો ફરતો હતો

આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના ધંધામાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલનો ભાગીદાર હતો. તેમનું કામ અમેરિકા જવા ઈચ્છુક ગ્રાહકોને લાવવા, તેમના ડોક્યુમેન્ટ ભેગા કરી ફાઈલ બનાવવી જેવા કામ કરતા હતા. તેણે જણાવ્યું કે ગુનો દાખલ થયા પછી છેલ્લા અઢી વર્ષથી તે વિસનગર, મહેસાણા, ઊંઝા, વિજાપુર, રાજસ્થાનના જેસલમેર, બીકાનેર, રણુજા તથા મુંબઈ ખાતે નાસતો-ફરતો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now