Home Entertainment Exciting Teaser Of Emraan Hashmis Taskaree The Smugglers Web Released

આવી રહી છે વૈશ્વિક દાણચોરીની સૌથી મોટી સિરીઝ : ઇમરાન હાશ્મીની 'Taskaree- The Smuggler’s Web' નું રોમાંચક ટીઝર રિલીઝ, જાણો કયારે આવશે ફિલ્મ?

આવી રહી છે વૈશ્વિક દાણચોરીની સૌથી મોટી સિરીઝ
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 12:25 PM IST

Taskaree- The Smuggler’s Web Teaser: બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી ફરી એકવાર એક્શન અને થ્રિલરની દુનિયામાં પરત ફરી રહ્યા છે. તેમની આગામી OTT વેબ સિરીઝ 'Taskaree- The Smuggler’s Web' નું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર 14 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થશે.

કસ્ટમ્સ વિભાગની દુનિયાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી

આ ક્રાઇમ-થ્રિલર સિરીઝ એરપોર્ટ કસ્ટમ્સ વિભાગની દુનિયાને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. ટીઝરમાં દર્શાવવામાં આવ્યું છે કે દરેક મુસાફરની બેગ અને દરેક દસ્તાવેજ પાછળ છુપાયેલા રહસ્યો કેવી રીતે આંતરરાષ્ટ્રીય દાણચોરીના જાળામાં જોડાયેલા હોય છે. લક્ઝરી વસ્તુઓથી લઈને વૈશ્વિક સિન્ડિકેટ સુધીની ગેરકાયદેસર દાણચોરીની વાસ્તવિકતાને આ સિરીઝ ઉજાગર કરે છે.

સિરીઝનું નિર્માણ નીરજ પાંડેએ કર્યું

ઇમરાન હાશ્મી સિરીઝમાં સુપરિન્ટેન્ડેન્ટ અર્જુન મીનાની ભૂમિકા ભજવી રહ્યા છે – એક શાંત, વ્યૂહાત્મક અને તીક્ષ્ણ અધિકારી જે દાણચોરીના નેટવર્કને તોડી પાડે છે. આ રોલ વિશે ઇમરાને કહ્યું છે કે, "આ મારા માટે નવો અનુભવ છે. અર્જુન મીના ઘોંઘાટીયા નહીં, પરંતુ શાંત અને હંમેશા આગળ વિચારનારો છે."સિરીઝનું નિર્માણ નીરજ પાંડેએ કર્યું છે, જેમની ફિલ્મો જેવી કે 'સ્પેશિયલ 26' અને 'બેબી' વાસ્તવિક ઘટનાઓ પર આધારિત થ્રિલર માટે જાણીતી છે. ડિરેક્શન રાઘવ જયરથના હાથમાં છે. શૂટિંગ ચાર દેશો અને અનેક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરવામાં આવ્યું છે, જે સિરીઝને વધુ વાસ્તવિક બનાવે છે.

સ્ટાર કાસ્ટ

કલાકારોમાં ઇમરાન હાશ્મી સિવાય શરદ કેલકર, અમૃતા ખાનવિલકર, નંદિશ સિંઘ સંધુ, ઝોયા અફરોઝ અને અન્ય મજબૂત અભિનેતાઓ સામેલ છે. OTT પ્રેમીઓ માટે આ સિરીઝ એક મોટી ટ્રીટ બની રહેશે. તો તૈયાર રહો, કારણ કે દાણચોરીની આ ખતરનાક વેબમાં ફસાવવાનો સમય આવી ગયો છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now