Home Sports Even After 17 Years The Chase Has Not Ended 18th April Is A Bad Omen For Rcb

17 વર્ષ બાદ પણ ના બદલાયું RCBનું નસીબ : 18 એપ્રિલ 'અપશુકનિયાળ' સાબિત થઈ

17 વર્ષ બાદ પણ ના બદલાયું RCBનું નસીબ
Published by: OBS Bureau
Last Updated: Apr 19, 2025, 04:57 AM IST

IPL 2025 RCB vs PBKS: IPLમાં 18 એપ્રિલનું ખરાબ શુકન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પરથી દૂર થવાનું નામ નથી લઈ રહ્યું. ગઈકાલે રાત્રે 18 એપ્રિલે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં RCB ને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સીઝન-18માં ઘરઆંગણે આરસીબીનો આ સતત ત્રીજો પરાજય છે. આ મેચમાં વિરાટ કોહલી પણ ફ્લોપ સાબિત થયો.

પછી 18 એપ્રિલે વિરાટ અને આરસીબીએ ખરાબ પ્રદર્શન
IPL 18 એપ્રિલ 2008 ના રોજ શરૂ થયું હતું. પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં, RCB ને KKR સામે 144 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે 222 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે RCB 82 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

આ મેચમાં વિરાટ કોહલી પણ ફ્લોપ સાબિત થયો, કોહલીના બેટમાંથી ફક્ત 1 રન જ આવ્યો. હવે ફરી એકવાર RCB ને IPL માં એ જ દિવસે એટલે કે 18 એપ્રિલે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે હારનો સામનો કરવો પડ્યો અને વિરાટ કોહલી પણ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો.



આરસીબી ફક્ત 95 રન બનાવી શક્યું
વરસાદના વિક્ષેપિત મેચમાં પ્રથમ બેટિંગ કરતા, RCB એ 14 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા. આરસીબી તરફથી બેટિંગ કરતી વખતે, ટિમ ડેવિડે ૫૦ રનની સૌથી વધુ અણનમ ઇનિંગ્સ રમી. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો.



આ પછી પંજાબ કિંગ્સે 12.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 96 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. પંજાબ તરફથી બેટિંગ કરતા નેહલ વાઢેરાએ સૌથી વધુ 33 રન બનાવ્યા. RCB વતી બોલિંગ કરતી વખતે જોશ હેઝલવુડે સૌથી વધુ 3 વિકેટ લીધી. આ સિઝનમાં RCBનો આ ત્રીજો પરાજય હતો.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now