બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે તેમની પુત્રી એશા દેઓલે સોશિયલ મીડિયા પર મહત્વનો સંદેશ શેર કર્યો છે. એશાએ લખ્યું, "ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મારા પિતાની સ્થિતિ સ્થિર છે અને તેમાં સતત સુધારો થઈ રહ્યો છે. અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ. પિતાની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરનારાઓનો આભાર."ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં સારવાર લઈ રહ્યા છે. તેમના સ્વાસ્થ્ય અંગે મીડિયામાં આવતા અહેવાલોએ ચાહકોમાં ચિંતા વધારી છે, પરંતુ એશાના નિવેદનથી રાહતનો શ્વાસ મળ્યો છે.
ધર્મેન્દ્રનો પરિચય અને વારસો
8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં જન્મેલા ધરમ સિંહ દેઓલ ઉર્ફે ધર્મેન્દ્ર ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી આકર્ષક અભિનેતાઓમાંના એક છે. તેમના પિતા શાળાના મુખ્ય શિક્ષક હતા. ધર્મેન્દ્રની સુંદરતા અને વ્યક્તિત્વની ચર્ચા આજે પણ થાય છે. એકવાર દેવ આનંદે તેમને જોઈને કહ્યું હતું, "મારો ચહેરો આવો કેમ નથી?" જ્યારે દિલીપ કુમારે જાહેરમાં કહ્યું કે તેઓ આગામી જન્મમાં ધર્મેન્દ્ર જેવું તેજસ્વી વ્યક્તિત્વ મેળવવા માંગે છે. ચાહકોને અપીલ છે કે ધર્મેન્દ્રની તંદુરસ્તી માટે પ્રાર્થના કરતા રહો અને ખોટી માહિતી ફેલાવવાથી બચો.
નિધનના સમાચાર
એક તરફ મીડિયામાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યાં છે તો બીજી તરફ એશા દેઓલે સોશિયલ મીડિયા પર મહત્વની પોસ્ટ શેર કરી છે એશાએ લખ્યું, "ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મારા પિતાની સ્થિતિ સ્થિર છે. સત્ય શું છે ? એની Offbeat Stories કોઈ પુષ્ટિ કરતું નથી.




















