Home Entertainment Entertainment Tv Industry Actress Erica Fernandes Reveals Dark Side Of Relationship

મારું શારીરિક શોષણ થયું! : એરિકા ફર્નાન્ડિસે પોતાના સંબંધ વિશે વાત કરી, બોયફ્રેન્ડ કરતો હતો ટૉર્ચર

મારું શારીરિક શોષણ થયું!
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2025, 06:34 PM IST

કસૌટી જિંદગી કી પાર્ટ-2 ફેમ ટીવી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિસે તાજેતરમાં જ પોતાની વ્યક્તિગત જિંદગી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એરિકાએ પોતાના ભૂતકાળના સંબંધ વિશે વાત કરતા કહ્યું કે તે ખૂબ જ દુખદ સંબંધમાંથી પસાર થઈ છે. તે પહેલા આ વિશે એટલા માટે ન કહી શકી કારણ કે તે એક અભિનેત્રી હતી. એરિકાએ શહીર શેખ સાથે કુછ રંગ પ્યાર કે ઐસે ભી સિરિયલમાં કામ કર્યું છે.
● બે વર્ષ સુધી આ ટ્રોમાથી પસાર થઈ હતી.
● એક્ટિંગમાંથી બ્રેક લઈ દુબઈ શિફ્ટ થઈ ગઈ.
● અભિનેત્રી હોવાના કારણે ચુપ રહી.


"મેં ઘણો ટ્રોમા સહન કર્યો" - એરિકા
એક તાજેતરના ઈન્ટરવ્યૂમાં, એરિકા ફર્નાન્ડિસે પોતાના બ્રેકઅપ અને તેમાંથી આગળ વધવા વિશે વાત કરી. શાર્દુલ પંડિત સાથેની વાતચીતમાં, એરિકાએ કહ્યું, "હું એટલો લાંબો સમય એકલી રહી કારણ કે હું આગળ વધી શકતી ન હતી. આ આખી જિંદગીનો ભાર, ટ્રોમા, વિશ્વાસઘાત મે સહન કર્યો છે. મારા માટે ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. હું મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને ઉથલપાથલમાંથી પસાર થઈ છું, પણ આ અનુભવો મને ઘડતા ગયા છે."
"તમે જે બોલો તે સમાચાર બની જાય છે"


એરિકાએ જણાવ્યું કે તેના સંબંધમાં શારીરિક શોષણ પણ થયું હતું. "મારા સંબંધમાં ફિઝિકલ એબ્યુઝ પણ હતું. હું આ વિશે ક્યારેય ન બોલી કારણ કે એક અભિનેત્રી તરીકે, તમે જે બોલો કે કરો તે સમાચાર બની જાય છે. જો હું પોલીસ સુધી જઈશ, તો તે મોટા સમાચાર બની જશે અને પછી મીડિયા ટ્રાયલ શરૂ થઈ જશે. હું નિશ્ચિત પણ ન હતી કે જો હું પોલીસ પાસે જઈશ તો શું થશે? મને ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ નહોતો."
ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ઈચ્છતો હતો કે હું એક્ટિંગ છોડી દઉં


એરિકાએ વધુમાં જણાવ્યું કે તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ઈચ્છતો હતો કે તે એક્ટિંગ છોડી દે. "ઘણા લોકો માને છે કે એક્ટ્રેસ છે એટલે તેની અનેક અફેર હશે. મારા પહેલા સંબંધમાં પણ આવું થયું હતું. મારા બોયફ્રેન્ડની મોટી શરત હતી કે જો તે બીજા શહેરમાં જાય, તો મારે સંપૂર્ણપણે ઈન્ડસ્ટ્રી છોડવી પડશે. તે એક્ટર નહોતો, એક બિઝનેસમેન હતો, અથવા હું કહું તો 'પાર્ટ-ટાઈમ બિઝનેસમેન' હતો. મને ખૂબ ખુશી છે કે હું તેના સંપર્કથી દૂર થઈ ગઈ. અમારી સ્થિતિ એ સ્થાને પહોંચી ગઈ હતી કે જ્યાં મારું શારીરિક શોષણ પણ કરતો હતો."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now