Home Entertainment Entertainment Tamanna Is The Reason Behind Of Breakup

તમન્ના ભાટિયાની જીદ્દના કારણે વિજય સાથે સંબંધ તૂટ્યો? : બ્રેકઅપના કારણ લઈને નવો દાવો

તમન્ના ભાટિયાની જીદ્દના કારણે વિજય સાથે સંબંધ તૂટ્યો?
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2025, 08:48 AM IST

તમન્ના ભાટિયા અને વિજય વર્માના બ્રેકઅપની ખબર દરેક માટે આશ્ચર્યજનક સાબિત થઈ છે. લગભગ બે વર્ષથી આ જોડી સાથે હતી,  આ બંને કપલનો ઈન્ડસ્ટ્રીની પાર્ટીઓમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ રોમેન્ટિક અંદાજ જોવા મળતો હતો.

તમન્ના અને વિજય વર્મા લસ્ટ સ્ટોરીઝ 2’ની શૂટિંગ દરમિયાન નજીક આવ્યા. શરૂઆતમાં તો તેમણે પોતાના સંબંધ છુપાવી રાખ્યા, પરંતુ પછી ખુલ્લેઆમ દુનિયા સમક્ષ પ્રેમનો સ્વીકાર કર્યો. બંનેની આંખોમાં એકબીજાં માટે પ્રેમ જોઈને ફેન્સ પણ તેમના પર ફિદા થઈ ગયા. પરંતુ હવે, જ્યારે બ્રેકઅપની ખબર આવી છે, તો દરેક ચોંકી ગયા છે એકાએક એવું શું થઈ ગયું કે તેમનો સંબંધ તૂટી ગયો?

આ બ્રેકઅપના કારણોને લઈને અનેક અહેવાલો આવી રહ્યાં છે. કોઈ કહે છે કે બંને વચ્ચે નાના મોટા ઝઘડા વધી ગયા છે, તો કોઈનું માનવું છે કે કામમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ એકબીજાને સમય આપી શકતા ન હતા. હવે, એક નવા રિપોર્ટ મુજબ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બ્રેકઅપ લગ્નના દબાણના કારણે થયું છે.

સંબંધમાં વિખવાદ, થોડા અઠવાડિયા પહેલાં જ બ્રેકઅપ

 સૂત્રો મુજબ, "તમન્ના ભાટિયા અને વિજય વર્મા થોડા અઠવાડિયા પહેલા જ અલગ થઈ ગયા હતા, પરંતુ તેઓ સારા મિત્રો બની રહેવા માંગે છે. બંને પોતાના-પોતાના શિડ્યૂલ મુજબ મિત્રતા નિભાવવાના પ્રયાસ કરી રહ્યા છે. બીજા રિપોર્ટ મુજબ, બ્રેકઅપનું સાચુ કારણ એ છે કે તમન્ના ભાટિયા પર પરિવાર તરફથી લગ્ન કરવા માટે દબાણ હતું, જ્યારે વિજય વર્મા હજી લગ્ન માટે તૈયાર નહોતા.આ જ કારણથી બંને વચ્ચે અંતર વધી ગયું અને તેમનું સંબંધ તૂટી ગયું.

 

તમન્ના પર લગ્નનો દબાણ, પણ વિજય સહમત નહોતાં!

રિપોર્ટ અનુસાર, "તમન્ના ભાટિયાની ઉંમર 33 વર્ષ છે અને હવે તે લગ્ન કરવાનું ઈચ્છતી હતી. પરંતુ 38 વર્ષીય વિજય વર્મા હજુ સુધી લગ્ન માટે તૈયાર નહોતાં.આ કારણે બંને વચ્ચે તર્ક-વિતર્ક અને વિવાદ વધી રહ્યા હતા. આ વાદ-વિવાદોએ તેમના સંબંધમાં વિખવાદ ઊભો કર્યો, અને અંતે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો." હાલમાં, તમન્ના અથવા વિજય તરફથી બ્રેકઅપ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

વિજયે કહ્યું હતું મને સંબંધમાં બાંધછોડ પસંદ નથી

 વિજય વર્માનું અગાઉનો ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે તમન્ના ભાટિયા સાથેના સંબંધ વિશે મન ખોલીને વાત કરી હતી.

વિજયે કહ્યું હતું, "આ સંબંધને દુનિયા સામે લાવવાનો નિર્ણય બંનેનો હતો.હું માનું છું કેજો આપણે સાથે સમય વિતાવવા અને એકબીજાને પસંદ કરીએ છીએ, તો તેને છૂપાવવાની કોઈ જરૂર નથી.સંબંધ છૂપાવવા માટે ઘણી મહેનત કરવી પડે તમે સાથે બહાર નહીં જઈ શકો, તમારા મિત્રો તમારી તસવીરો નહીં લઈ શકે.મને એવી કોઈ પણ બાંધછોડ પસંદ નથી."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now