Home Entertainment Entertainment News Kapil Sharma Remo Rajpal Yadav Sugandha Thretened

બોલિવૂડના કલાકારો આવ્યા ટેન્શનમાં : હવે કપિલ શર્મા, રાજપાલ યાદવ અને રેમો રડારમાં

બોલિવૂડના કલાકારો આવ્યા ટેન્શનમાં
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 06:46 PM IST

સલમાન ખાનના ઘર આગળ ફાયરિંગની ઘટના હોય કે પછી સરાજાહેર બાબા સિદ્દિકીની હત્યા હોય કે પછી સૈફ અલી ખાનના ઘરમાં હુમલો કરવાની ઘટના હોય.. આ તમામ ઘટનાઓએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોનું ટેન્શન વધાર્યું છે. તેવામાં હવે વધુ કલાકારોને ધમકી મળતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચ્યો છે.

કપિલ શર્મા, રાજપાલ યાદવ, રેમો અને સુગંધાને ધમકી


એકટર કમ કોમેડિયન કપિલ શર્મા, સિનિયર એકટર રાજપાલ યાદવ, કોમેડિયન સુગંધા મિશ્રા અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને મારી નાખવાની ધમકી આપી છે. આ ધમકી ઈ-મેઈલ મારફતે આપવામાં આવી છે. આ તમામ કલાકારોએ ધમકી મળતા મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. પાકિસ્તાનથી આ ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પાકિસ્તાનથી મળી ધમકી!

પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા ઈ-મેઈલના અંતિમ ફકરામાં લખેલુ હતું કે- તમારી તમામ ગતિવિધિઓ પર અમારી નજર છે, આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી. અમારી વિનંતી છે કે આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવે અને ઈ-મેઈલની કેટલીક માહિતી ગુપ્ત રાખવામાં આવે. અમારા ઈ-મેઈલનો જવાબ મળી જાય તેવી આશા રાખીએ છીએ. જો ઈ-મેઈલનો રિપ્લાય નહીં મળે તો અમે એમ સમજીશું અમારા ઈ-મેઈલને ગંભીરતાથી લેવામાં આવ્યો નથી. પછી કઈ થાય તો તેના માટે અમે જવાબદાર નહીં. અમે બિશ્નોઈ ગેંગ નથી કે કઈ નહીં કરીએ.

ફિલ્મી હસ્તિઓની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી છે. મુંબઈએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ધમકીભર્યો ઈ-મેઈલ પાકિસ્તાનથી આવ્યો છે. કોઈ વિષ્ણુ નામની વ્યક્તિએ ધમકી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now