Home Entertainment Entertainment Bollywood News Story Pushpa 2 Box Office Collection Allu Arjun Rashmika Mandanna Film 800 Crore Worldwide Hindi Records Movie Offbeat

કમાણી મામલે પુષ્પા-2 પર રેકોર્ડવર્ષા : 4 દિવસમાં અ..ધ..ધ કમાણી, અત્યાર સુધી કેટલા બનાવ્યા રેકોર્ડ?

કમાણી મામલે પુષ્પા-2 પર રેકોર્ડવર્ષા
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2024, 08:52 AM IST

છેલ્લા 5 દિવસથી ઈન્ડિયન ફિલ્મ પુષ્પા 2એ વિશ્વભરના થિયેટર્સમાં લાઈન લગાવી દીધી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મે 4 દિવસમાં અધધ 800 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. જેના પરથી એવું કહી શકાય કે, બોક્સ ઓફિસ પર પુષ્પા-2 બબાલ મચાવી રહી છે. જવાન, પઠાણ અને પશુ... આ તમામ રેકોર્ડ બ્રેકિંગ ફિલ્મો પુષ્પાની ફાયર સામે બૂઝાવા લાગી. દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ પુષ્પા ઝૂકવા માટે તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પુષ્પા...પુષ્પા...પુષ્પાની ગૂંજ સંભળાય છે.

રવિવારે પુષ્પાની બંપર કમાણી
પુષ્પા 2ના કલેક્શનની વાતકરીએ તો, રીલીઝ બાદનો પહેલો રવિવાર પુષ્પા 2 માટે રેકોર્ડવર્ષાવાળો સાબિત થયો... રવિવારે વિશ્વભરના બજારમાં પુષ્પા 2ને 200 કરોડની કમાણી કરી છે. જે પૈકી ભારતમાં કમાણીનો આંકડો 142 કરોડ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે અલ્લુની ફિલ્મનું હિન્દી કલેક્શન તેલુગુ વર્ઝન કરતાં વધુ સારું છે. રવિવારે પુષ્પાએ હિન્દીમાં 85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે તેલુગુમાં 44 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પાન ઈન્ડિયા સ્ટાર બની ગયેલા અલ્લુનો ક્રેઝ હિન્દી દર્શકોમાં જબરદસ્ત છે.

4 દિવસમાં પુષ્પાએ કેટલી કરી કમાણી?
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પા 2 રીલીઝ થયાને 5 દિવસ થઈ ચૂક્યા છે. અને કમાણીના મામલે ફિલ્મ નવા નવા શિખરો સર કરી રહી છે. પ્રથમ 4 દિવસમાં પુષ્પા 2એ વિશ્વભરના બજારમાં 800 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે પૈકી ભારતમાં 532 કરોડ રૂપિયાનો બિઝનેસ પુષ્પાએ કર્યો છે. 4 દિવસમાં ફિલ્મનું હિન્દી કલેક્શન 290 કરોડ થયું છે.

પુષ્પા પર ‘રેકોર્ડવર્ષ’
પુષ્પા એક દિવસમાં 80 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. સાથે જ પુષ્પા 2 સૌથી ઝડપી 500 કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ પણ બની ગઈ છે. પુષ્પા 2ની સફળતાએ અલ્લુ અર્જુનને સૌથી વધુ ડિમાન્ડ ધરાવતો એક્ટર બનાવી દીધો છે. અલ્લુ અર્જુનની ફિલ્મે ચોક્કસપણે બોક્સ ઓફિસ પર નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. પુષ્પા 2ના વાઇલ્ડ ફાયર પર્ફોર્મન્સથી નિર્માતાઓને ખુશીની કોઈ સીમા નથી. ત્યારે આગામી સમયમાં પુષ્પા 2 હજુ કેટલા કિર્તામાન સ્થાપે છે તેના પર સૌની નરજ રહેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now