Home Entertainment Entertainment Bollywood News Of India How Many Celebrities Get Special Security 05c1552a 866a 43f6 9e79 4baac9d90e1d

શું સૈફ અલી ખાનની વધશે સુરક્ષા? : બોલિવૂડના આ 8 કલાકારોને મળે છે X,Y અને Z કક્ષાની સુરક્ષા

શું સૈફ અલી ખાનની વધશે સુરક્ષા?
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2025, 07:35 PM IST

અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે જીવલેણ હુમલો કરવાની ઘટના બાદ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઆઘાતમાં છે. બોલિવૂડ એકટ્રેસ અને મહેશ ભટ્ટની મોટી દીકરી પૂજા ભટ્ટે મુંબઈમાં એક્ટર્સની સુરક્ષા મુદ્દે મુંબઈ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. પૂજા ભટ્ટે અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાની ઘટનાની આકરી આલોચના કરી છે અને બાંદ્રામાં રહેતા ફિલ્મી કલાકારો માટે વધુ સુરક્ષાની માંગ કરી છે.  ગુરુવારે સૈફ અને કરીનાના બાંદ્રા સ્થિત ઘરે સૈફ પર હુમલો થયો હતો. લૂંટના ઈરાદે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે. પૂજા ભટ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'શું આ અરાજકતાને કાબૂમાં નહીં લઈ શકાય? અમને બાંદ્રામાં વધુ પોલીસ સુરક્ષાની જરૂર છે. મુંબઈ પહેલા ક્યારેય આટલું અસુરક્ષિત લાગ્યું ન હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોની સુરક્ષાની જ્યારે વાત કરી રહ્યા છે, ત્યારે જાણીએ ભારતમાં કયા કલાકારોને X,Yઅને Z કક્ષાની સુરક્ષા મળે છે.


શાહરૂખ ખાન


અગાઉ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેના કારણે તેને મહારાષ્ટ્ર સરકારે Y+  કેટેગરીની સુરક્ષા આપી હતી. અભિનેતાને 11 સુરક્ષા કર્મચારીઓ આવ્યામાં છે જેઓ રોટેશનના આધારે શાહરૂખની સુરક્ષા માટે કામ કરે છે, જેમાં પોલીસ એસ્કોર્ટ સાથેના છ કર્મચારીઓનો સમાવેશ થાય છે. શાહરૂખ પોતે તેની સુરક્ષા માટેના રૂપિયા ચૂકવે છે.

સલમાન ખાન


શાહરૂખ પહેલા સલમાન ખાનને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ તેને મહારાષ્ટ્ર સરકાર તરફથી Y+સુરક્ષા મળી હતી.


કંગના રનૌત


વર્ષ 2020માં સાંસદ સંજય રાઉત સાથેની તકરાર બાદ કંગના રનૌતને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી Y સુરક્ષા મળી રહી હતી. કંગનાએ શિવસેના અને એનસીપીના નેતાઓ પર સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસ મુદ્દે નિશાના પર લીધા હતા અને મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી હતી.


અમિતાભ બચ્ચન


ગયા વર્ષે, અમિતાભ બચ્ચનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમની સુરક્ષા પણ Xથી વધારીને Y કરવામાં આવીહતી. અગાઉ, 80 વર્ષીય અભિનેતાને મુંબઈ પોલીસ તરફથી સામાન્ય સુરક્ષા મળતી હતી.


અનુપમ ખેર


બોલિવુડ એકટર અનુપમ ખેરને પણ કાશ્મીર ફાઈલ્સની રિલિઝ વખતે X+ સુરક્ષા મળી હતી. મહત્વનું છે કે આ ફિલ્મ રિલીઝ થયા બાદ અનુપમ ખેરને ધમકીઓ મળતી હતી.


વિવેક અગ્નિહોત્રી


વિવેક અગ્નિહોત્રી કાશ્મીરી હિંદુઓ પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્દેશક છે અને તેમને Y+ સુરક્ષા આપવામાં આવી હતી. સુરક્ષા પર બોલતા, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે આ તે જ કિંમત છે જે કાશ્મીરમાં હિંદુઓનો નરસંહાર બતાવવા માટે ચૂકવવી પડી હતી.


અક્ષય કુમાર


અભિનેતાને ધમકીઓ મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તેને X+સુરક્ષા આપી હતી. અભિનેતાની સાથે ત્રણ સુરક્ષા કર્મચારીઓ હતા જેઓ શિફ્ટમાં કામ કરતા હતા.

 

આમિર ખાન


મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનને પણ તેની ફિલ્મ 'પીકે' રિલીઝ થયા બાદ સુરક્ષા આપવામાં આવી હતી. અભિનેતાને કથિત રીતે ગેંગસ્ટરો તરફથી ખંડણીના કોલ મળી રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now