Home Entertainment Entertainment Bollywood 90s Film Makers Lucky Draw For Sell Ticket Hero Number 1

ટિકિટ ખરીદવા પર લકી વિનરને મળતો પંખો! : 90ના દાયકો, જ્યારે ફિલ્મ હિટ કરાવવા થતા કિમીયા

ટિકિટ ખરીદવા પર લકી વિનરને મળતો પંખો!
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2025, 03:56 PM IST

 વર્ષ 1997 માં એક એવી ફિલ્મ સિનેમાઘરોમાં આવી જેનેબોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ફિલ્મને હિટ બનાવવા માટે તે સમયના મેકર્સે ટિકિટ વેચવાનો અનોખો ઉપાય અપનાવ્યો હતો. સ્ક્રિપ્ટ રાઇટર વરુણ ગ્રોવરે  આ વાતનો ખુલાસો કર્યો હતો...  આ ફિલ્મની ટિકિટ વેચવા માટે લકી ડ્રો રાખવામાં આવ્યો હતો.

ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી 90ના દાયકામાં ખૂબ લોકપ્રિય હતી. 1997 માં રિલીઝ થયેલી તેમની એક ફિલ્મને હિટ બનાવવા માટે મેકર્સે પૂરી તૈયારી કરી હતી. આ ફિલ્મને હિટ બનાવવા માટે મેકર્સે લકી ડ્રો પણ કાઢ્યો હતો.  વરુણ ગ્રોવરે પોતાના બાળપણની એક યાદગાર ઘટના કહેતા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેમણે એ સમયે એક ફિલ્મનું પ્રમોશન કરવાની એવી અનોખી રીત જોઈ હતી, જે તેઓ આજ સુધી ભૂલી શક્યા નથી. તેમણે કહ્યું કે ટિકિટ પર લકી ડ્રો રાખવામાં આવ્યો હતો અને ટિકિટ ખરીદનારને પંખો આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પ્રમોશનની આ અજબ અને અનોખી રીત જોઈને તેઓ આજે પણ હસી પડે છે. મેકર્સે આ ઈનામ રાખવાનું કારણ માત્ર એટલું હતું કે વધુમાં વધુ ટિકિટ વેચાઈ જાય અને ફિલ્મ હિટ થઈ જાય.

 

ફિલ્મને હિટ કરવા લકી ડ્રો કર્યો


વરુણ ગ્રોવરે એક ઈવેન્ટ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, "બાળપણમાં અમે ગોવિંદાની ફિલ્મ 'હીરો નંબર વન' જોવા ગયા હતા. એ સમયની આ ફિલ્મ એક મોટી હિટ સાબિત થઈ હતી. ટી-સીરીઝે ત્યારે નવા પંખા લૉન્ચ કર્યા હતા. જે કોઈ પણ આ ફિલ્મની ટિકિટ ખરીદતું, તેના માટે લકી ડ્રો રાખવામાં આવ્યો હતો. જેની સીટ નંબર માટે લકી ડ્રો નીકળશે, તેને પંખો આપવામાં આવતો."

તે લાઇનમાં 7, 8 અને 9 નંબર હતો. ઈન્ટરવલ દરમિયાન આવીને જાણ કરવામાં આવી કે 9 નંબરની સીટ માટે લકી ડ્રો નીકળ્યો છે. ત્યારબાદ અમે મેનેજર પાસે ગયા અને પૂછ્યું, "અમે 3 લોકો છીએ, તો પંખા અમને કેવી રીતે મળશે?"


લકી ડ્રોના બદલે 100 રૂપિયા મળ્યા

વરુણ ગ્રોવરે આ અંગે વધુ જણાવતા કહ્યું, "મેનેજરે અમને કહ્યું કે પંખાની 3 બ્લેડ છે, તમે ત્રણેય એક-એક લઈ જાઓ!"અમે કહ્યું, "આ શું વાત થઈ? આનો શો ફાયદો?"
આ પછી મેં કહ્યું, "જે તેટલાં રૂપિયાનો પંખો છે, તેનાથી અમને રૂપિયા આપી દો."  ત્યારે પંખાની કિંમત આશરેરૂ. 600-₹650 હતી. મેનેજરે કહ્યું, "હું રૂ, 300 આપી શકું, કારણ કે ટિકિટનો ભાવો માત્ર રૂ. 20 જ છે, ₹100 પણ વધારે થઈ જશે."આ રીતે ટી-સીરીઝની કૃપાથી મને ₹100 મળી ગયા!


ફિલ્મ 'હીરો નં. 1' એ સમયે સુપરહિટ સાબિત થઈ હતી.ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મને હિટ બનાવવા માટે અપાયેલું આ અતરંગી પ્રોમોશનલ પ્લાન વરુણ ગ્રોવર આજે પણ ભૂલી શક્યા નથી!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now