Home Sports Engvsind Icc Action Against Rishabh Pant

Icc Action against Rishabh Pant : ટેસ્ટની બંન્ને પારીમાં સદી ફટકારવા છતા પંતનો ICCએ કેમ લીધો ઉધડો?

Icc Action against Rishabh Pant
Published by: OBS Bureau
Last Updated: Jun 25, 2025, 07:09 AM IST

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 20 થી 24 જૂન દરમિયાન લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતને કારણે, ઇંગ્લેન્ડ હવે 5 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. શ્રેણીની બીજી મેચ 2 જુલાઈથી રમાશે.

ICC નિયમોનું કર્યું ઉલ્લંઘન
ઈંગ્લેન્ડ સામે લીડ્સના હેડિંગ્લેમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ઓન-ફિલ્ડ અમ્પાયર સાથે થયેલી બોલાચાલી કરી ગુસ્સો કરવો ભારતના વાઈસ-કેપ્ટન ઋષભ પંતને ભારે પડ્યો છે. ICCએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેને એક ડિમેરિટ પોઈન્ટ આપ્યો છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ દરમિયાન અમ્પાયરે બોલ ન બદલતા પંતે તેનો વિરોધ કર્યો અને બોલ જમીન પર ફેંકી દીધો હતો. પંતે હેડિંગ્લે ખાતે શાનદાર બેટિંગ કરી અને બંને ઈનિંગમાં સદી ફટકારી. તેણે પહેલી ઈનિંગમાં 134 રન અને બીજી ઈનિંગમાં 118 રન બનાવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગની 61મી ઓવરમાં મોહમ્મદ સિરાજ બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પછી બુમરાહે અમ્પાયરને બોલ વિશે ફરિયાદ કરી. તેણે અમ્પાયરને બોલ ચેકર (ગેજ) માં મૂકીને બોલ તપાસવા કહ્યું. જોકે, બોલ પસાર થઈ ગયો અને અમ્પાયરે રમત ચાલુ રાખવા કહ્યું. ત્યાર પછી ઓવરના પાંચમાં બોલ પર હેરી બ્રુકે આગળ આવીને ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ પંતે બીજા અમ્પાયરને પણ બોલ વિશે ફરિયાદ કરી. બોલ ફરી એકવાર ગેજ ટેસ્ટમાં પાસ થયો પરંતુ પંત ​​તેનાથી નાખુશ દેખાતો હતો. તેણે ગુસ્સાથી બોલને અમ્પાયરની સામે ફેંકી દીધો. ગેજ ટેસ્ટમાં બોલનું કદ માપવામાં આવે છે. જો કદ અલગ હોય, તો બોલ બદલી નાખવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now