Home Sports England Team Makes This 21 Year Old Player Its Captain

England ની ટીમે 21 વર્ષીય આ ખેલાડીને બનાવ્યો કપ્તાન : કઈ સિરીઝમાં કરશે કપ્તાની? સાઉથ આફ્રિકા અને આયર્લેન્ડની સામેની ટીમો જાણો

England ની ટીમે 21 વર્ષીય આ ખેલાડીને બનાવ્યો કપ્તાન
Published by: OBS Bureau
Last Updated: Aug 16, 2025, 10:45 AM IST

England Cricket Team:

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ બે મહત્વપૂર્ણ સિરીઝ માટે પોતાની ટીમોની જાહેરાત કરી છે અને એક ઐતિહાસિક નિર્ણય પણ લીધો છે. ઈંગ્લેન્ડે આગામી સિરીઝ માટે આ 21 વર્ષીય યુવા ખેલાડીને ટીમના નવા કપ્તાન તરીકે જાહેર કર્યો છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝ અને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમોની જાહેરાતમાં સૌથી મોટી ચર્ચા આ 21 વર્ષીય ખેલાડીને કપ્તાન બનાવવા અંગે છે.

સાઉથ આફ્રિકા સામેની આ સિરીઝસપ્ટેમ્બરની શરૂઆતમાં ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટકરાશે. 2 થી 15 સપ્ટેમ્બર દરમિયાન બંને દેશો વચ્ચે 3 ODI અને 3 T20 મેચ રમાશે. આ સિરીઝ માટે ઇંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી છે, જેનો કપ્તાની હેરી બ્રુક કરશે. જોફ્રા આર્ચર, જોસ બટલર, જો રૂટ અને બેન ડકેટ જેવા મોટા નામોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

આયર્લેન્ડ પ્રવાસ સામેની આ સિરીઝ

આ મહિને, ઇંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડનો પણ પ્રવાસ કરશે, જ્યાં બંને વચ્ચે 3 T20 મેચ રમાશે. આ શ્રેણી માટે, ઇંગ્લેન્ડે તેના તમામ ફોર્મેટના ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં, 21 વર્ષીય જેકબ બેથેલને કેપ્ટન બનાવવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તેની કારકિર્દીમાં પહેલીવાર હશે જ્યારે તે આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ ટીમનું નેતૃત્વ કરશે. બેથેલ ડબલિનમાં ટીમનો હવાલો કપ્તાની સાથે જ, તે ઇંગ્લેન્ડના પુરુષ ક્રિકેટ ઇતિહાસનો સૌથી યુવા આંતરરાષ્ટ્રીય કેપ્ટન બનશે. આ નિર્ણયથી ક્રિકેટ જગતને આશ્ચર્ય થયું છે.

ECB અને પસંદગીકારોનો અભિપ્રાય

ઇંગ્લેન્ડ ટીમના પસંદગીકાર લ્યુક રાઈટે આ નિર્ણય પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું, "જેકબ બેથેલે અત્યાર સુધી પોતાના ઉત્તમ નેતૃત્વ કૌશલ્યથી બધાને પ્રભાવિત કર્યા છે. આયર્લેન્ડ શ્રેણી તેમના માટે પોતાને સાબિત કરવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતામાં વધુ સુધારો કરવાની એક શ્રેષ્ઠ તક હશે." માર્કસ ટ્રેસ્કોથિક આ પ્રવાસ માટે કોચિંગ જવાબદારીઓ સંભાળશે.

ઇંગ્લેન્ડ ટીમો

વનડે ટીમ (સાઉથ આફ્રિકા સામે)

હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સની બેકર, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, જેમી ઓવરટન, આદિલ રશીદ, જો રૂટ, જેમી સ્મિથ.

T20 ટીમ (દક્ષિણ આફ્રિકા સામે)

હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, બ્રાયડન કાર્સ, લિયામ ડોસન, બેન ડકેટ, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, જેમી ઓવરટન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જેમી સ્મિથ, લ્યુક વુડ.

આયર્લેન્ડ શ્રેણી T20 ટીમ

જેકબ બેથેલ (કેપ્ટન), રેહાન અહેમદ, સની બેકર, ટોમ બેન્ટન, જોસ બટલર, લિયામ ડોસન, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, જેમી ઓવરટન, મેથ્યુ પોટ્સ, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, લ્યુક વુડ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now