કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રિક વ્હીકલ એટલે કે EV પર વિશેષ ધ્યાન આપી રહી છે. PM E-DRIVE, PLI Scheme અને Import Duty માં આપવામાં આવેલી રાહ જેવી યોજનાઓ આ દિશામાં લેવાયેલા મહત્વના પગલાં છે. હાલમાં EV ની ખરીદી પર ગ્રાહકોને GST માં માત્ર 5% ની રાહત મળે છે. હવે જ્યારે 1 ફેબ્રુઆરી 2026 ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ઓટોમોબાઈલ સેક્ટર અને સામાન્ય ગ્રાહકોને સરકાર પાસેથી મોટી અપેક્ષાઓ છે.
Charging Stationના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ
EV ખરીદનારા મુસાફરો માટે આજે પણ સૌથી મોટી ચિંતા 'Range Anxiety' એટલે કે ચાર્જિંગ પૂરો થઈ જવાનો ડર છે. હાઈવે અને ગ્રામીણ વિસ્તારોમાં Charging Station ની સંખ્યા ઓછી હોવાથી લોકો લાંબી મુસાફરી કરવાથી ખચકાય છે. માનવામાં આવે છે કે Budget 2026 માં સરકાર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે મોટા ભંડોળની જાહેરાત કરી શકે છે. જો દેશભરમાં ચાર્જિંગ પોઈન્ટ્સનું નેટવર્ક વધશે, તો EV નો ઉપયોગ વધુ સરળ બનશે.
સ્થાનિક બેટરી ઉત્પાદન પર ભાર
ભારતમાં Tata, Mahindra, Ola, Ather અને Maruti Suzuki જેવી દિગ્ગજ કંપનીઓ EV સેક્ટરમાં સક્રિય છે. જોકે, બેટરીનું ઉત્પાદન અત્યંત ખર્ચાળ પ્રક્રિયા છે. આથી, સરકાર Budget 2026 માં Domestic Battery Manufacturing અને બેટરી રિસાયક્લિંગ ક્ષેત્રે નવી પ્રોત્સાહક યોજનાઓ લાવી શકે છે. જો બેટરી ભારતમાં જ બનશે, તો ઈલેક્ટ્રિક કાર અને ટુ-વ્હીલરની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.
GST માં રાહત અને રોજગારીની તકો
હાલમાં EV ના સ્પેરપાર્ટ્સ અને કાચા માલ પર 18% GST લાગે છે. ઈન્ડસ્ટ્રીની એવી માંગ છે કે આ ટેક્સ ઘટાડીને 5% કરવામાં આવે. જો સરકાર આ માંગ સ્વીકારે, તો મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઘટશે જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે. આ ઉપરાંત, આ ઉદ્યોગના વિસ્તરણ સાથે કુશળ ટેકનિશિયનો અને એન્જિનિયરોની જરૂરિયાત પણ વધી રહી છે. આથી, સરકાર નવી Skill Training યોજનાઓ રજૂ કરી યુવાનો માટે રોજગારીના નવા દ્વારા ખોલી શકે છે.
ટૂંકમાં, Budget 2026 ઈલેક્ટ્રિક વ્હીકલ સેક્ટર માટે 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે, જે સામાન્ય માનવી માટે પર્યાવરણને અનુકૂળ વાહન ખરીદવાનું સપનું સાકાર કરશે.





















