Home Gujarat Election Commission Of India Extends Deadline For Filing Sir Claims And Objections

ભારતના ચૂંટણીપંચે SIR - દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદા વધારી : આ તારીખ સુધી મતદાર યાદી સંલગ્ન દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકશે

ભારતના ચૂંટણીપંચે SIR - દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદા વધારી
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 04:47 AM IST

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદા વધારી

ત્યારબાદ દાવાઓ અને વાંધાઓ રજૂ કરવા માટેનો આખરી દિવસ તા.18.01.2026 નિર્ધારીત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ચૂંટણીપંચે સત્તાવાર સૂચના બહાર પાડીને આ સમયમર્યાદાને વધારી 30.01.2026 કરી છે. જેથી હવે મતદારો 30 જાન્યુઆરી, શુક્રવાર સુધી મતદાર યાદી સંલગ્ન દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now