Home Gujarat Education Gujarat Government Midday Bhojan Fit Healthy India School

ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજનમાં મોટો ફેરફાર : હવે 'સુખડી' બંધ, 38.50 લાખ વિદ્યાર્થીઓને પીરસવામાં આવશે પૌષ્ટિક નાસ્તો

ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજનમાં મોટો ફેરફાર
Published by: Chintan Chavda
Last Updated: Mar 24, 2026, 12:50 PM IST

ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ‘ફીટ ઇન્ડિયા’ અભિયાન હેઠળ હવે શાળાઓમાં આપવામાં આવતી સુખડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયની સીધી અસર રાજ્યની 32 હજારથી વધુ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 38.50 લાખ વિદ્યાર્થીઓ પર પડશે. અત્યાર સુધી મધ્યાહન ભોજનમાં સુખડીનો સમાવેશ થતો હતો, પરંતુ તેમાં તેલનું પ્રમાણ વધુ હોવાને કારણે સરકારે આ બદલાવ કરવાનો નિર્ણય લીધો છે.

વિદ્યાર્થીઓને વધુ પૌષ્ટિક અને હેલ્ધી આહાર આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. હવે સુખડીના બદલે મગ ચાટ, પૌવા અને ઉપમા જેવા પૌષ્ટિક નાસ્તા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

આ નવી મેનુ દ્વારા વિદ્યાર્થીઓને વધુ સંતુલિત આહાર મળે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય તેવો સરકારનો ઉદ્દેશ્ય છે. શિક્ષણ અને આરોગ્ય બંનેને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.

શાળા સંચાલકો અને શિક્ષકોને નવી મેનુ અંગે માર્ગદર્શિકા આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને સમયસર અને યોગ્ય ગુણવત્તાવાળો નાસ્તો મળી શકે.

આ નિર્ણયને લઈને કેટલીક જગ્યાએ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ સરકારનો દાવો છે કે આ પગલું વિદ્યાર્થીઓના લાંબા ગાળાના આરોગ્ય માટે લાભદાયી સાબિત થશે.

આ સાથે રાજ્યમાં વિદ્યાર્થીઓના પોષણ સ્તર સુધારવા માટે અન્ય યોજનાઓ પર પણ સરકાર કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now