Home Gujarat Education Department Decision Decision To Cancel Recruitment Of Retired Teachers

આખરે નિવૃત્ત શિક્ષકોની ભરતી રદ કરવાનો નિર્ણય : 2 દિવસમાં જ યુ-ટર્ન, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું?

આખરે નિવૃત્ત શિક્ષકોની ભરતી રદ કરવાનો નિર્ણય
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 10:54 AM IST

ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ કરાયેલો વિવાદીત પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, ''અત્યારે અમારો અભિગમ એ છે કે, શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે, પરંતુ ઘણી જગ્યાએ ટેક્નીકલ બાબતોમાં તેમજ ઉમેદવારને અન્યાય ન થાય તે માટે તે હેતુસર 10કે 15થી દિવસ કે મહિનો ભરતીમાં લેટ થયું હતું જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન પડે તે માટે આ નિર્ણય કર્યો હતો''


'તે અમે હવે કેન્સલ કરીએ છીએ'

મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, ''ભરતી માટે સરકારે જે આંકડા આપ્યા છે તેમાંથી એક પણ ઓછા આંકડામા ભરતી કરવાની નથી, જે અમારી સ્પષ્ટતા છે. જે યોગ્ય ઉમેદવારો મળ્યા ન હતા તેમજ ભરતીમાં ટાઈમ નીકળે ત્યાં સુધી નિવૃત શિક્ષકોને મુકવાનો પરિપત્ર કર્યો હતો, પરંતુ તે અમે હવે કેન્સલ કરીએ છીએ.


નિવૃત્ત શિક્ષકો ભરતી રદ્દ

અત્રે જણાવીએ કે, સરકારે નિવૃત શિક્ષકો ભરતી કરવાની જાહેરાત કરી હતી. જો કે, જેમાં કેટલીક વિસંગતતાઓ ને લઈ પરિપત્ર રદ્દ કર્યો છે. ઉમેદવારોના મનની શંકા દૂર કરવા પરિપત્ર રદ્દ કર્યોનો શિક્ષણ વિભાગે ખુલાસો પણ કર્યો છે. જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now