Home Gujarat Ed Takes Major Action In Illegal Smuggling Of Kher Wood In Gujarat

ખેરના લાકડાની ગેરકાયદે તસ્કરી મામલે EDની મોટી કાર્યવાહી : 11.3 કરોડ રૂપિયાની 14 અચલ સંપત્તિઓ જપ્ત, ગેરકાયદે ખેરના લાકડાની કાપણી કરી હતી

ખેરના લાકડાની ગેરકાયદે તસ્કરી મામલે EDની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 11:38 AM IST

ગુજરાતમાં ખેરના લાકડાની ગેરકાયદે તસ્કરી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી કુલ 11.3 કરોડ રૂપિયાની 14 અચલ સંપત્તિઓ ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે ખેરના લાકડાની ગેરકાયદે તસ્કરી કરીને કમાયેલી કરોડોની મિલ્કત પર હવે EDએ કબજો લીધો છે.

11.3 કરોડ રૂપિયાની 14 અચલ સંપત્તિઓ જપ્ત

આ કેસમાં મૂળ ગોધરાના મુસ્તાક આદમ તાસીયા અને મોહમ્મદ તાહિર અહમદ હુસૈન સહિત અન્ય આરોપીઓએ ગુજરાતના વિવિધ જિલ્લાઓના જંગલ વિસ્તારોમાંથી ખેરના લાકડાની ગેરકાયદેસર કાપણી કરી તેની તસ્કરી કરીને મોટી આવક મેળવી હતી. આરોપીઓએ ગોધરા ઉપરાંત તાપી, વ્યારા, નવસારી, નર્મદા સહિતના જિલ્લાઓમાંથી વન વિભાગની પૂર્વ મંજૂરી વિના ખેરના લાકડાની ગેરકાયદે કાપણી કરી હતી. બાદમાં આ લાકડું ગુજરાતના સરહદી વિસ્તારોમાં લઈ જઈ વેચીને કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી હતી.

ફરીયાદની તપાસ અનુસંધાને તપાસ બાદ ED ની કાર્યવાહી

સમગ્ર મામલે સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જના વન અધિકારી દ્વારા અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ હતી અને તપાસ પૂર્ણ થયા બાદ ED દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખેરના લાકડાની ગેરકાયદે તસ્કરી સામે થયેલી આ કાર્યવાહીથી વન સંપત્તિના સંરક્ષણ અંગે કડક સંદેશો ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now